________________
કર્મથી સંબંધિત બની રહેલ આત્મા પરાધીન છે.. તેની સ્વતંત્રતા કર્મઅણુઓ છીનવી લીધેલી છે. કર્મઅણુઓના સામ્રાજ્ય જીવ ઉપર કટ્રલ જમાવ્યો છે. અનુકૂળતા સર્જક કેટલાંક કર્મઅણુઓથી સંસારી જીવને ક્યારેક કંઈક શાંતિ મળે છે, પરંતુ તે શાંતિ, શાશ્વત્ અર્થાત્ સદાકાળ સ્થાયી બની રહેવાવાળી હોતી નથી. વળી તેવી શાંતિપ્રાપ્તિના સમયે પ્રતિકૂળતા સર્જક કેટલાંકકર્મ આશુઓનો વિપાક પણ જીવને વર્તતે હોય છે. એ રીતે કર્મ રજકણોથી સર્જિત શાંતિ-અશાંતિનું ચક, સંસારી જીવનમાં ચાલ્યા જ કરે છે. ધમધખતા ઉનાળાના પ્રચંડ તાપમાં રણમાં વિચરી રહેલા માનવીને ઘડીભર માટે ચેંગલું પાણી મળી જાય, અને તેનાથી જેવી શાંતિ તે અનુભવે, આવી પરાધીનતાવાળી શાંતિ-સુખ તે કંઈ વાસ્તવિક શાતિ તેવી નહિવત્ શાંતિ, જીવને ક્યારેક અનુભવાય તેથી કંઈ તેનું દારિદ્ર ફીટી જતું નથી. આવી પરાધીનતાવાળી શાંતિ-સુખ તે કંઈ વાસ્તવિક શાંતિ કે સુખ ન કહેવાય. જે સુખશાંતિની પછવાડે દુખના ઢગ ખડકાયેલા હોય, તેવી સુખશાંતિ શું કામની? કાનપુરૂએ તે ફરમાવ્યું છે કે શાશ્વત અને સત્યસુખશાંતિની પ્રાપ્તિ તે કર્મ રજકણોના સંબંધથી બિલકુલ રહિત બની જવાવાળા આત્માઓને જ હોઈ શકે છે. પિતાનો જ આત્મા અનંત સુખ ઝરે છે. જ્યાં સુધી આત્મા કર્મસંબંધથી પરાધીન છે, ત્યાં સુધીનું તેનું સુખ પણ પરાધીન છે. અધુરું છે, અશાશ્વત છે. પરાધીન અવસ્થામાંથી છૂટી આત્માની આઝાદી મેળવવા દ્વારા શાશ્વત અને સત્ય સુખની પ્રાપ્તિ માટે તે