________________
પ્રકરણ ૬ ઠું કમતત્વના વિષયમાં જૈનદર્શનની વિશેષતા
આઠે પ્રહણગ્ય પુદ્ગલવર્ગણના પુદ્ગલ-સ્કનું ગ્રહણ–પરિણમન એ બધુંય જીવના અનભિસંધિજ વીર્યવડે થતું હોવા છતાં, કર્મથી સંબધિત બની રહેલ આત્માના જ પ્રયત્નવડે આ બધું થાય છે. એટલે આ બધું થવામાં કારણરૂપે તે જીવની સાથે સંબંધિત બની રહેલ કર્મઆણુઓ જ છે. કર્મઆણુઓના સંબંધને લીધે જ જીવને વિવિધ નાટકે કરવાં પડ્યાં છે. પુદ્ગલઆણુ કરતાં પણ અનંતાનંત શક્તિધારક આત્માની શક્તિઓને, આછાદિત કરી રાખી આત્માને દુઃખપ્રાપ્ત દશામાં મૂકનાર તે કર્મ અણુઓ જ છે.
પદાર્થવિષય ગ્રાહ્યશક્તિ-બુદ્ધિ-સદ્દવિવેક-ક્ષમા-નમ્રતા. -સરલતા–નિર્લોભતા–દાન-લાભ-ગઉપભોગ અને વીર્ય (આત્મ તાકાત) ઈત્યાદિ આત્મિક ગુણોની અનુકૂળતા તથા પ્રતિકુળતામાં, વળી શરીર, શરીરનાં અવય, શરીરની આરોગ્યતા, શરીરની મજબૂતાઈ, શરીરને આકાર, શરીરનાં રૂપ-રસ–ગંધ-સ્પ, શરીરમાં આત્માની સ્થિરતા, સુસંસ્કાર પિષક કુળ, ઈત્યાદિ બાહો સગોની અનુકૂળતા અને પ્રતિ કુળતામાં પણ, આ જીવ ઉપર કર્મ રજકણનું જ અધિપત્ય વર્તે છે.