________________
તે હાથવડે કંઈક ઉંચકવા ટાઈમે, વિશેષ પ્રયત્નની જે આવશ્યક્તા રહે છે, એવી એછિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત વીર્યને “અભિસંધિજ વીર્ય કહેવાય છે.
ગ્રહણયોગ્ય આઠ પગલિકવર્ગણાના ઔધોનું ગ્રહણ, શરીર રચના, ઉચ્છવાસ–ભાષા અને મનરૂપે તેનું પરિણુમન તથા અવલંબન અને વિસર્જન, એ બધુંય તે તે પુગલોના ધારક, તે તે જીવેના જ અનભિસંધેિજ વીર્ય (પ્રયન) વડે જ થાય છે. આ ઉપરથી સૃષ્ટિ રચનાની સમજ પણ આવી જાય છે. એટલે દ્રશ્યમાન સૃષ્ટિનું ઉપાદાન કારણ અને તેના ઉત્પાદકને સાચે ખ્યાલ જૈનદર્શન કથિત “પુદ્ગલ વિજ્ઞાન થી જ પ્રાપ્ત કરી શકાય છે.
સૃષ્ટિ રચનામાં થતા આ રીતના પૌદ્ગલિક પ્રગની, અને આત્મવીર્યની, આવી સ્પષ્ટ હકીક્ત જૈનદર્શન સિવાય જગતના કોઈ સાહિત્યમાંથી સમજવા મળી શકે તેમ નથી.