________________
આત્મા
રહેલું વીર્ય તે પુદગલમાંથી બનેલું હોવાથી તે તો પૌગલિક વીર્ય કહેવાય છે. આ પૌગલિક વીર્યની પ્રગટતાને આધાર આત્માના વીર્ય ગુણના પ્રગટીકરણ પર જ છે.
જગતના નાના મોટા સર્વ પ્રાણુઓની મન-વચન તથા શરીરની સ્થલ યા સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મન-વચન અને કાયા તે જડ હોવાથી આત્માના વીર્ય વિના કેઈ પણ પ્રકારની ક્રિયા કરી શક્તાં નથી. આત્મા જ્યારે શરીરને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, ત્યારે મજબૂતમાં મજબૂત શરીર પણ કાષ્ટની માફક થઈને પડયું રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આમિક બળ વીર્યના અભાવે શારીરિક બળ વ્યર્થ છે.
શરીરગત પગલિક વીર્ય એ બાહ્યવાર્ય છે. બાહ્યવીર્ય એ આત્મિક વીર્યના અનેક બાહ્ય સાધનોમાંનું એક બાહ્ય સાધન છે. અર્થાત્ આત્મિક વીર્યના પ્રવર્તનરૂપ આત્મપ્રયત્નમાં બાહાવીર્ય પણ સંબંધ ધરાવે છે.
આત્મિક વીર્યની અપૂર્ણતા–પિતા યા બાહુલ્યતા તો પિતાપિતાના વીતરાય કર્મના સોપશમના જ આધારે છે. વીતરાય એ વિવિધ સ્વભાવ ધારક કર્મ અણુઓમાંને એક આગુસમૂહ છે. તે આત્માના વીર્ય ગુણને આવરે છે. વર્યા રાય સંજ્ઞાધારક તે રજકણનો સંબંધ, આત્મામાંથી - સંપૂર્ણ નષ્ટ થાય છે, ત્યારે આત્મા અનંતવીર્ય-શક્તિધારક : બને છે. તે સમયે વર્તતા આત્મવીયને ક્ષાયિક અર્થાત્ કદાપિ ન્યૂનતાને ધારણ નહિં કરનાર એવું સર્વોત્કૃષ્ટ વીર્ય કહેવાય. .