________________
પ્રકરણ ૫ મું જૈનદર્શન કથિત આત્મવીર્ય સ્વરૂપ
આત્માની શક્તિ-બળ-પરાકેમ તે વીર્ય કહેવાય છે. વીર્ય એ જૈનપારિભાષિક શબ્દ છે. તેનો અર્થ–ગ, ઉત્સાહ બળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ થાય છે. આ વીય બે પ્રકારે કહેવાય. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીય.
આત્મામાં શકિતરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય અને તે લબ્ધિવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે મન, વચન અને કાયારૂપ સાધન, તે કરણવીર્ય છે.
કરણવીર્યમાં આત્મિક વીર્યના વાહનરૂપથી વીર્ય શબ્દનો ઉપચાર છે. આત્મજ્ઞાનરહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ તે કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. લબ્ધિવીય પ્રગટ થવામાં કરણવીર્ય સંબંધ ધરાવે છે, માટે તે ઉપચાર એગ્ય છે.
વાસ્તવિક રૂપથી તે વીર્ય એ શરીરની નહિં પણ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નહિં હતાં. શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળે જે આત્મા શરીરમાં રહેલો છે, તેને ગુણ છે.
'વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લોકે, શરીરની તાકાતને --આને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર