________________
૫૭
પુદ્ગલનું અવસ્થાન્તર થવાથી તેમાં નવી શક્તિ યા સ્વભાવનું નિર્માણ થાય છે, એ નિયમાનુસાર અનાગ વીર્યવડે ગ્રહણ કરાતી તે કાર્માણવÁણાની રજકણનું પણ કર્મ સ્વરૂપે અવસ્થાન્તર થવાથી તેમાં “જ્ઞાનાવરણીય” આદિ સ્વભાવનું નિર્માણ થાય છે.
જ્ઞાનાવરણીય એ, કર્મ રજકણસમૂહની એક પ્રકારની -જોત્પત્તિક સંજ્ઞા છે. કઈ જાતનાં કર્મ રજકણે જીવને કેવા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક સ્વભાવી બની રહ્યાં છે, તેને ખ્યાલ તે કર્મ રજકણોની વિવિધ અર્થકારક સંજ્ઞાથી જ આપણને આવી શકે છે. એટલે ભિન્નભિન્ન શક્તિધારક તે કર્મ રજકણોને તે તે પ્રકારની શક્તિ યા સ્વભાવ સૂચક સંજ્ઞાથી જ વ્યવહારાય છે. આવી સંજ્ઞાઓ મુખ્યપણે આઠ અને તે પ્રત્યેકના પેટા વિભાગ સ્વરૂપે ૧૫૮ ની સંખ્યા પ્રમાણ છે. બંધ સમયે જ થતા આવા વિવિધ સ્વભાવ નિમણને પ્રકૃતિ બંધ” કહેવાય છે.
જેમ મુખવાટે ઉદરમાં પ્રક્ષેપિત આહારનું રસ રૂધિરાદિ સાત ધાતુરૂપે પરિણમન થતું જ રહે છે, તેવી રીતે પ્રતિસમય કર્મ સ્વરૂપે પરિણમન થતાં રજકણ સમૂહનું તે જ સમયે નાના રણીયાદિ સ્વરૂપે વિવિધ સ્વભાવ ધારક પરિણમન પણ થતું જ રહે છે. તે કર્મ રજકણના સ્કંધે બધાવસ્થા બાદ અમુક સમય સુધી સુષુપ્તપણે રહી આત્મામાથી જેમ જેમ છૂટતા રહે છે, તેમ તેમ બંધસમયે પ્રાપ્ત સ્વભાવ મુજબ તે તે સ્ક ધ આત્માને અનુકુળતા યા પ્રતિકૂળતાને