________________
પ૬
ગિક અવાવંત છ વડે આકર્ષિત તે રજકણો, રાળ વડે સંધાઈ એકાકાર થતા બે કાષ્ટની માફક” પૂર્વે આકર્ષિત રજકણ સમૂહની સાથે બન રવરૂપ બની રહી, જીવના કામણ શરીર રૂપે ઓળખાય છે. આ કાર્માણ શરીર જ જીવના જન્મ-મરણ-સુખ–દુઃખ ઈત્યાદિ જીવની વિવિધ -અવસ્થા સર્જક તત્વ છે. કાશ્મણ શરીરના કારણે જ જીવની અનાગ પ્રયત્નવડે થતું દ્રશ્ય સૃષ્ટિનું નિર્માણ છે. આ કાર્પણ શરીરના કારણે જ જીની બાંહ્ય અને આંતરિક અવસ્થામાં ભિન્નતા છે. તેના કારણે જ જીની દેવ-મનુષ્ય – તિર્યંચ અને નારકી સ્વરૂપ સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ એ જ જીવને સંસાર છે. ' ,
ભિન્ન ભિન્ન સમયે જીવવડે ગ્રહિત બની રહેલ કર્મરજકણના પિંડસ્વરૂપ કાર્મણ શરીરનું અસ્તિત્વ તે, સંસારી અવસ્થાવત જીવમાં સદાના માટે અનાદિકાળથી છે. પરંતુ તેનાં રજકણો સદાના માટે તેનાં તે જ નહિં હતાં પુરાણ રજકણોનું ગમન અને નવાં રજકણેનું આગમન પ્રતિસમય થતું જ રહે છે. કારણ કે રજકણેનું આગમન પ્રવાહ સ્વરૂપે અનાદિ છે. પરંતુ વ્યક્તિ સ્વરૂપે અનાદિ નથી. આ આખુંય કામણ શરીર પણ એટલું સૂક્ષ્મ છે કે તે ચર્મચક્ષુથી દેખી શકાય તેવું નથી.
કાર્મણવર્ગણાના આ રજકણુ સમૂહના, આત્મા સાથે સંબંધિત બની રહી કર્મરૂપે પરિણત થવાના કાર્યને, જેન પારિભાષિક ભાષામાં “બ ” કહેવાય છે.