________________
હેય છે. તે વિવિધતાનુસાર તે જ્ઞાનિપુરૂષોએ જીના પણ વિવિધ ભેદ દર્શાવ્યા. વિવિધ ભેદવારી શરીરાવસ્થામાં કેટલીક શરીરાવસ્થા તે એવી પણ હોય છે કે જે જોતાં જ આપણને ધૃણા થાય. ગમે તેવી શરદીમાં કે ગરમીમાં, સુખમાં કે દુિઃખમાં, અનુકૂળતાવાળા સ્થાને સ્વતંત્રતાપૂર્વક જવામાં આવી અશકત હોય. મંગામૂંગા શીત-તાપાદિ કષ્ટો સહન કરીને જ પડી રહેવું પડે. વળી અનેક જીની દેહાવસ્થા ટકાવવામાં ભક્ષ્ય તરીકે ઉપયોગમાં લેવાઈ જઈએ, તેવાં પણ શરીર હાય. આપણે ભક્ષાઇ જતા હોઈએ તે પણ તેથી બચવાની કઈ શક્તિ, લાગવગ, કે રાજ્યના કાનુને આપણી પાસે ન હાય, એવી પણ દેહાવસ્થા, અનેકવિધ વિલાસી જીવનમાં અંધ બની રહેલા આપણે અનેકવાર પ્રાપ્ત કરી. અરે ! વર્તમાન જન્મ પહેલાં પણ નવ નવ મહિના જેટલા દીર્ઘકાળ પર્યત ઉધે મસ્તકે અને જ્યાં હવાનું પણ આગમન બહુ જ ઓછું હોય એવા મળમૂત્રથી ભરેલા અંધારી કેટલી સમ માતાના ઉદરમાં પણ આ જીવે કેટલું દુઃખ અનુભવ્યું? આ નજીકના ટાઈમની હકીકત બુદ્ધિગમ્ય હોવા છતાં આપણે ભૂલી ગયા, તે પછી પૂર્વભવની કષ્ટકારક દેહાવસ્થાની સ્મૃતિ આપણને ક્યાંથી હોય ? પરંતુ એવી અવસ્થાએ આ જીવે અનેકવાર પ્રાપ્ત કરી અને કરશે, એ વાત તે ચોક્કસ છે.
વિવિધ જન્મમાં આવી વિવિધ અવસ્થાવંત શરીર પ્રાપ્તિ કેમ? એવી વિવિધ રચના કેમ થાય છે ? કેવી રીતે જાય છે ? કેણ કરે છે ? કંઈ વસ્તુમાંથી કરે છે ? એક સ્થાને