________________
૫૦
-શબરૂપે પડે હશે ? શું પછી તારી દુનિયા નથી ? આજે તે અનેક કિસ્સાઓ પ્રત્યક્ષરૂપે છાપાંઓમાં અનેક વખત છપાએલા વાંચીએ છીએ કે અમુક ગામે અમુક બાળકને પિતાની વર્તમાન દેહધારક અવસ્થા પહેલાંની પૂર્વ દેહધારકે સ્થિતિ સ્મૃતિમાં આવી, અને પોતાના પૂર્વભવની વ્યતીત જીવનની હકીકતો સ્પષ્ટપણે કહેવા માંડી. તે સ્થળે જઈ તપાસ કરતાં અનેક માણસે સમક્ષ પ્રત્યક્ષરૂપે તે હકીકતો. સાચી સિદ્ધ થઈ ચૂકી. આ રીતે આ દેહધારક અવસ્થા પહેલાં પણ, કેઈ બીજી દેહધારક અવસ્થા, જીવની હોવાનું પ્રામાણિકપણે પ્રત્યક્ષરૂપે સિદ્ધ થઈ ચૂકેલ છે. એટલે હવે પછી પણ કઈ નવીન દેહધારક અવસ્થારૂપે જીવનું અસ્તિત્વ ચાલુ રહેવાનું આપોઆપ સિદ્ધ થાય છે. એક જન્મથી શરૂ થઈ મરણ પર્યતન કાળને એક ભવ કહેવાય છે. એવા ભવે આ જીવે અનંતીવાર કર્યા અને અનેકવિધ શરીરધારી બન્યા. જેન-દર્શનના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ અવગાહન કરવાની શક્તિ ન હોય તેવા બાળજી પણ સહેલાઈથી જીવની વિવિધ દેહધારી અવસ્થાઓનું અધ્યયન કરી શકે તે માટે જેનાગમ અનુસારે “વાદિવેતાલ બિરૂદ ધારક શ્રી શાંતિસૂરિ મહારાજે જીવવિચાર નામે પ્રકરણ રચ્યું છે. આ જીવવિચાર પ્રકરણનું અધ્યયન કરવાથી માલમ પડશે કે જીવ વિવિધ રીતે કેવા કેવા શરીરને ધારક બને છે ?
વિશ્વમાં જીવેની દેહાવસ્થા અને સંસારી સંગેની પ્રાપ્તિ વારંવાર એક સરખી જ નહિ હોતાં વિવિધ પ્રકારની