________________
૪૪
આપ પ્રેરાશે. પરંતુ એ જેમ સગવડે અને સાધનની વૃદ્ધિ કરતું જાય છે, તેમ તેમ માનવીની જરૂરિયાતને પણ વધારવાના પ્રચાર દ્વારા માનવીને તૃણની જવાલાઓમાં હોમતું જાય છે, એનું એને ભાન નથી. વિજ્ઞાન પર જ આધાસ્તિ સમાજ નાં પ્રધાન લક્ષણો તે અશ્રદ્ધા અને નિરાત્મવાદ છે. વિજ્ઞાનની નજર સમક્ષ જે સાધ્ય છે, તે સાધ્યની સિદ્ધિ અર્થે ગમે તેવાં હિંસક સાધનેનો ઉપગ પણ એને સ્વીકાર્ય છે.
આધુનિક વિજ્ઞાનના ઉદય પહેલાં આપણા ભારત દેશમાં ધર્મની આસ્થાએ જીવનમાં કેટલાંક આવકારદાયક મૂલ્ય પ્રેય હતાં. તે સમયના સમાજમાં દુરાચાર કે પાખંડ બિલકુલ ન હતાં, એવું નહિ. પરંતુ તેના પર આડકતર અંકુશ હતો. દુરાચારીએ કે અમીઓનો સમાજમાં દરજ ન હતું. દર -ચારીઓ અને અધમીઓના દુરાચાર કે અધર્મને સમાજમાં કઈ વધાવી લેતું નહિ. તેમની ઈજજત થતી નહિં. જયારે આધુનિક નવા માપદંડ પ્રમાણે કઈ દુરાચારી જ નથી. ભૂલ એ વૃત્તિનું કેઇ ખલન જ છે. વૃત્તિનો પ્રાકૃતિક આવેગ એ જ મહત્વનો છે. તેના પર સમાજના યા કુટુંબના જે રંગોનો ઢોળ ચડ્યો છે, અને જેને આપણે સંસ્કાર કહીયે છીએ, તેને નવા સમાજમાં દંભ અને ભ્રમ કહેવામાં આવે છે. આવા શિસ્ત અને સંયમ સામે બંડે પિકારનાર તે, સાહિત્યમાં પ્રગતિશીલ અને સમાજમાં ક્રાંતિકારી કહેવાય છે. આ નવા આગ્રહથી -સમજનાં બંધનો શિથિલ થયાં છે. સમાજ વધારેને વધારે અવસ્થ બન્યું છે, તે નજરે જોવાતું હોવા છતાં કબુલાતું