________________
અને અનંત વીર્ય)ની પ્રાપ્તિ–પ્રગટતા એ જ નિઃશ્રેયસની સિદ્ધિ છે. એમાં જ શાશ્વત સુખની પ્રાપ્તિ છે. '
આપણા તત્વદશીઓએ, એ સિદ્ધિને માટે યોગ, ભક્તિ અને તત્વજ્ઞાનના માર્ગો દર્શાવેલા છે. મનુષ્ય આ માર્ગને અનુસાર જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ દેવત્વચા ઈશ્વરત્વને પ્રકાશ તેનામાં પ્રગટ થતું જાય છે, અને કઈ અલૌકિક આનંદની કળા તેનામાં જાગૃત થતી જાય છે. • - વર્તમાન વિજ્ઞાનના પ્રભાવને લીધે આજે લોકે સર્વ શક્તિમાન આત્મસત્તાની ઉપેક્ષા કરી રહ્યા છે. પરંતુ એના સિવાય બીજે ક્યાંયથી પ્રકાશ મળી શકે તેમ નથી. એક વાત આપણે યાદ રાખવી જોઈએ કે સત્ય અને ઈશ્વરપણાની પ્રાપ્તિ બહારથી નથી, એને વાસ આત્મામાં જ છે. એનો માટે આપણે આત્મધ અને આત્મ નિરીક્ષણ કરવું જોઈએ, કારણ કે સૌથી મોટું વિજ્ઞાને અધ્યાત્મ જ છે.
આ વસ્તુનું ભાન જીવ માત્રને થાય તો તેવા આ લોકમાં ય સુખી બને છે, અને કેમે કરીને શાશ્વત સુખને પામે છે. આત્મિક સુખ માટે અભિલાષ જનતામાં પ્રગટે તે જનતામાં ચાલી રહેલા કેટલાય અનિષ્ટોને નાશ થયા વિના રહે નહિ. જગતમાં આજે બાહા પૌગલિક સુખ માટે જ દોડધામ મચી રહી છે. દેશ–જાતિ તથા કુળને નહિ છાજતાં વર્લને થઈ રહ્યાં છે. અને જે અનર્થ ભરેલા કાવત્રા જવામાં આવે છે, તેનું કારણ એક જ છે કે દુનિયા જી આજે આધ્યાત્મિક દ્રષ્ટિ ચૂકી જઈને બાહા પદાર્થો દ્વારા થતા કાલ્પ