________________
૩૭ ભરમીભૂત કરવામાં શક્તિકારક હોતી. તે પણ તે ઉષ્ણતાનાં કિરણ બહુ વિસ્તૃત રીતે નહિ પ્રસરાવતાં એક જ સ્થાન કે એક જ વ્યકિત ઉપર પ્રસરાવવાથી તેટલાને જ નુકસાનકારક થતાં. બન્ને લેશ્યાનું વર્ણન પૂ. શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રદર્શિત હોવા છતાં શીતલેશ્યાની સાધક પ્રક્રિયા તેમાં જોવામાં આવતી નથી. આ રીતે પુદ્ગલની અનેક શક્તિઓને પ્રગટ કરવાવાળા વિવિધ આવિષ્કારે પૂર્વકાળમાં ભારતમાં પણ વિદ્યમાન હતા. પરંતુ વિવિધ પૌગલિક શક્તિઓ કરતાં ચેતન (આત્મા) અનંતગુણ શકિતવંત છે, એ માલ પૂર્વ સમયમાં ભારતવાસીઓને સારી રીતે હતે. પૌગલિક આવિષ્કારને પણ આવિષ્કારક તે ચેતન જ છે. એટલે પગલિક આવિષ્કારમાં પ્રયત્નશીલ બની રહેલે ચેતન જો પ્રછિન્નભાવે રહેલી આત્મિક શક્તિઓનો આવિષ્કારક બને, તે તે વિશ્વમાં રહેલ તમામ પદાર્થની તમામ પ્રકારની શકિતઓને જ્ઞાતા બની સ્વ અને પરને કલ્યાણકારક બની જાય.