________________
૨૩
જેની ઉત્પત્તિ સ્વયંસિદ્ધ હોય અર્થાત્ કઈ દ્રવ્યના સગજન્ય ન હોય એ રીતની વ્યાખ્યાનુસાર વિશ્વમાં મૂળ ત યા તે વિશ્વનાં ઉપાદાન તની સખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ ની સ્વીકારી અંતે ૯૬ કે તેથી વધુ પણ સુધી સિદ્ધ. કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં મુળત બને છે. અને આણુના ઘટક ઈલેફોન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ પદાર્થોમાં વિવિધતા આવે છે.
જૈનદર્શનની માન્યતા તો સદાના માટે એ જ હતી. અને છે, કે દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથક પૃથક સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદ્ગલ પરમાણુઓનું જ કાર્ય છે. પૂર્વે કહેલ માર્ગણાઓની વિવિધતાનું કારણ એના ઘટક પરમાણુઓની જુદી જુદી સ ખ્યાના હિસાબે જ છે. તે સર્વના મૂળમાં તે માત્ર એક પુદગલ દ્રવ્ય જ છે.. તેમાં બતાવેલ સંખ્યા પ્રમાણ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિવૃદ્ધિએ તે તે વર્ગણાઓની સંજ્ઞા બદલી જાય છે.
સંસારી જીવન જીવવાના સાધનરૂપે એકેન્દ્રિય જીને શરીર અને શ્વાસે છૂવાસ, બેઈન્દ્રિય-તેઈદ્રિય અને ચઉરિ. ન્દ્રિય અને શરીર–શ્વાસે શ્વાસ તથા ભાષા, અને પચેતિય જીને શરીર–શ્વાસોચ્છુવાસ–ભાષા તથા મનની જરૂરીયાત રહે છે. તેમાં શરીર રચનાને જૈનદર્શનમાં પાંચ પ્રકારે બતાવી તે વિવિધ શરીર રચનાને વિવિધ સંજ્ઞાથી