________________
ઓળખાવી છે. (૧) દારિક શરીર (ર) ક્રિય શરીર (૩) આહારક શરીક (૩) તૈજસ શરીર અને (૫) કામણ શરીર
મનુષ્ય અને તિર્યચના જન્મ શરીરની રચનાતે ઔદારિક શરીર કહેવાય છે. દેવ અને નારીના જન્મ શરીરની રચના તે વૈક્રિય શરીર કહેવાય છે. કેટલાક લબ્ધિધારી મનુષ્ય અને તિર્યંચને પણ વેકિય શરીર હોઈ શકે છે. ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ તાત્વિક વિષયના સશય ટાળવાને પિતાના આહારક નામક લબ્ધિથી તીર્થકર લાગવત સમક્ષ જવા માટે મુંડા હાથ પ્રમાણની જે શરીર રચના કરે છે, તેને આહારક શરીર કહેવાય છે. આ ત્રણ શરીર ઉપરાંત તેજસ અને ' કામણ એ બે સૂમ શરીરે પણ હોય છે, અને તે બન્ને નેિ દરેક પ્રાણીમાત્રને જન્મ શરીર ઉપરાંત હેાય જ છે. તેજસ શરીરને આધુનિક ભાષામાં જઠરાગ્નિ સ્વરૂપે પણ ઓળખાવી શકાય. તથા કર્મસ્વરૂપ પરિણામને પામી એકત્ર બની રહેલ પુદગલ સ્કેવેની આત્મ પ્રદેશો સાથે ક્ષીરનીરવત્ સ બંધિત દશા તે કાર્મણ શરીર કહેવાય છે; જન્મશરીર તે એક ભવને અંતરે બદલાતાં રહે છે, પરંતુ તૈજસ-કાશ્મણ શરીર તો સંસારી અવસ્થામાં સદાને માટે સાથે જ રહે છે. આમ હેિવા છતાં પણ તેમાંથી જુનાં પુદ્ગલેનું વિસર્જન તથા નવાં. પુદ્ગલનું આગમન તો ચાલુ જ રહે છે.
આ શરીર, શ્વાસે છૂવાસ, ભાષા અને મન (વિચાર) તરંગો એ પીગલિક છે. તેની રચનાનું ઉપાદાન કારણ ઉપરોક્ત આઠ મહાવર્ગણાઓ જ છે.