________________
આંખ જે જોઈ શકતી નથી, તે સાધનથી દેખાય, અને સાધનથી પણ ન દેખાય તે જ્ઞાનીને જ્ઞાનથી દેખાય.
જેમ સાધારણ જનતા મહાન વૈજ્ઞાનિકો કરતાં સિનેમા સ્ટારને સરલતાથી ઓળખી શકે છે. એ જ રીતે સાધારણ જનતા દ્રવ્યાનુગ, અનેકાંતવાદ કે ભાવઅહિંસા આદિ સિદ્ધાંતોના પુરસ્કર્તા જૈનદર્શનને પણ ન ઓળખે અને મધ્યમ વિષય બતાવનાર ઇતર દર્શનને, તથા ભૌતિક આવિષ્કારક વૈજ્ઞાનિકેને તરત ઓળખે એ બનવું સ્વાભાવિક છે. કિન્તુ વિચારકે તે જૈનદર્શનીય સિદ્ધાંતોને ભારતની પ્રાચીન દેના માની તે જૈનદર્શનના પ્રણેતા શ્રી સર્વ –વીતરાગ-અરિહંત પરમાત્માને પુનઃ પુનઃ આવકારી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવનાવાળા બને છે.
જૈનદર્શન કથિત પુદ્ગલ વિજ્ઞાનના આધારે તે સમજી શકાય છે કે આપણને અનેકવિધ વસ્તુઓ આ સૃષ્ટિમાં દષ્ટિગોચર થાય છે, તે દરેક વસ્તુ પ્રથમ તે કોઈપણ પ્રાણીના શરીરરૂપે જ હોય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થયે તે શરીર. માંથી શરીરધારી જીવ ચાલ્યા જાય છે, ત્યારે તે શરીરને અન્ય કેઈપણ જીવના ત્યક્ત અન્ય શરીર સાથે મિશ્રણ કરીને યા તો એવી મિશ્રણ થયેલ વસ્તુને અન્ય મિશ્રિત વસ્તુ સાથે મિશ્રણ કરીને માણસે નવી નવી ચીજો બનાવ વાદ્વારા નવા નવા આવિષ્કાર કરે છે. આ પ્રમાણે મિશ્રિત થયેલી વસ્તુમાં પ્રાયઃ એકેન્દ્રિય જીનાં ત્યક્ત શરીરે હોય છે. વળી એ મિશ્રિત થયા સિવાય જે જે સ્થિતિમાં જીવે –