________________
તર દર્શનમાં પુગલ શબ્દને વ્યવહાર કોઈ સ્થાને કર્યો હશે તો તે જુદા અર્થમાં હશે.
જૈનદર્શન સિદ્ધાન્તાનુસાર સમગ્ર વિશ્વમાં રહેલા સમસ્ત પદાર્થોના બે વર્ગ પડે છે. (૧) સચેતન અને (૨) અચેતન,
સંજ્ઞા, વિચાર, લાગણું કે ઈછાનું જેમાં અસ્તિત્વ છે, તે પદાર્થો સચેતન છે. આવા સચેતન પદાર્થો તે આ વિશ્વમાં જીવ, આત્મા, પ્રાણી, જતુ આદિ સંજ્ઞાઓથી
વ્યવહારાય છે. અવિકસિત સ્થિતિવંત આત્માઓમાં વિચાર નહિ હોતાં આ ડાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ જ હોય છે. સચેતન પદાર્થો તે ઇન્દ્રિયગમ્ય નહિં હતાં તેના અસ્તિત્વની સાબિતી ઉપરોક્ત સંજ્ઞાઓથી જ થાય છે.
ઉપરોક્ત સંજ્ઞાદિથી રહિત દ્રવ્યે તે અચેતન દ્રવ્ય છે. અચેતન દ્રવ્યનું વગીકરણ જૈનદર્શનમાં પાંચ પ્રકારે કર્યું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ અને (૫) પુદ્ગલાસ્તિકાય.
આ પાંચે અચેતન યા અજીવ દ્રવ્ય (પદાર્થો) માં પુદ્ગલાસ્તિકાય વિનાનાં શેષ ચાર દ્રવ્ય તે અરૂપી (રૂપ રસ–ગંધ અને સ્પર્શ રહિત) હોવાથી ઈન્દ્રિયગમ્ય નથીઅને પુદ્ગલ દ્રવ્ય તે વર્ણ—ગંધ–રસ–સ્પર્શ યુક્ત (રૂપી હવાથી ઈન્દ્રિયગમ્ય છે. વિવિધ અવસ્થાઓ પૈકી અમુક અવસ્થાવસ્થિત પુગલે તે વર્ણાદિ સહિત હોવા છતાં પણ