________________
૧૩૦
સંત પુરૂને ચરણસ્પર્શ તે ભકિતના લીધે સમજે. અહિ તે વસ્તુસ્થિતિને વિચાર થાય છે, માટે મેહની ઉત્કટતાને લીધે કે ભક્તિને લીધે થતા સ્પર્શથી ઉપર મુજબ કહેલા શુભાશુભપણાના લક્ષણમાં દેષ સમજ નહિ. અવચમાં આ પ્રમાણે શુભાશુભપણના પ્રેરક તે અનુક્રમે શુભ અને અશુભ નામકર્મ છે. આ બન્ને કર્મો તે અવયને સારા નરસાં ગણાવે છે. આમાં કંઈપણ યુગલનું પરિણામ નથી. પરંતુ અંગોપાંગ નામકર્મ દ્વારા પરિણત અંગોપાંગોમાં શુભાશુભપણું ગણાતું હોવાથી અંગોપાંગ નામકર્મની માફક આ બને (શુભ-અશુભ નામકર્મ) પ્રકૃતિઓને પણ પુગલ વિપાકી કહેવાય છે.
દરેક જીવ ઉત્પન્ન થતાંની સાથે જ શરીર નામ કર્મના ઉદયે સ્વશરીર એગ્ય શરીર વર્ગણાનાં પુદ્ગલેનું ગ્રહણ અને ઉપર જણાવેલ અન્ય પુદ્ગલ વિપાકી કર્મ પ્રવૃતિઓ વડે પરિણમન કરવા દ્વારા પિતપોતાનું સ્વતંત્ર એક શરીર તૈયાર
કરે છે. આવી રીતે જે કર્મના ઉદયે એક એક જીવને ભિન્ન- ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે કર્મને “પ્રત્યેક નામ કમ” કહેવાય છે. પરંતુ પ્રત્યેક નામ કર્મથી વિપરીત એક “સાધરણ નામ કમ” નામે એવું કર્મ છે, કે તે કર્મ દ્વારા અનંતા જી વચ્ચે માત્ર એક જ શરીરની નિષ્પત્તિ થાય છે.
આ સાધારણ નામકર્મના ઉદયવાળા અનંતા છે, તથા પ્રકારના કમેતયના સામર્થ્યથી એક સાથે જ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય છે, અને એક સાથે જ તેઓના શરીરની નિષ્પત્તિ