________________
૨૧૮
પ્રકારના ઉપસર્ગો થવા છતાં પણ તેમનું હાડ કુશળ રહે છે. તેનું કારણ તેમના હાડને બાંધે ઉંચામાં ઉંચી કક્ષાને હેય છે. જેમ મકાનના કામમાં લાકડાના સાંધાઓમાં સુથારે વડે થતું સંધાણ મજબૂતીવાળું હોય તે તે સાંધાઓ તુરત છૂટી પડી જતા નથી, અને મકાન વધુ ટાઈમ સુધી ટકી રહે છે. તેમ શરીરમાં તૈયાર થતાં હાડકાં તે કંઈ આખા શરીરમાં એક જ રૂપે સંમિલિત થયેલાં હોતાં નથી. એટલે શરીરના જુદા જુદા અવયવમાં રહેલાં તે હાડકાંના સાંધાનું પરસ્પર જોડાણ જેમ મજબૂતીવાળું હોય તેમ તે હાડકાં અન્યન્યથી તુરત છૂટાં પડી જતાં નથી.
આપણે કહીએ છીએ કે “અમુક માણસનું હાડકું ઉતરી ગયું ” આનો અર્થ એ છે કે હાડકાનું સંધાણ અન્ય હાડકા સાથે નબળું હોવાથી સંધાણ વિખુટું પડતાં હાડકું અલગ પડી જાય છે. અને તેને આપણે. હાડકું ઉતરી ગયું એમ કહીયે છીએ. હાડકું ઉતરી જવાથી માણસને બહુ પીડા અને તકલીફ થાય છે. કેઈ કુશલ હાડવિઘ એગ્ય ઉપચારથી ઉતરી ગયેલ હાડકાનું મિલન યથાસ્થાને રહેલા હાડકા સાથે કરી દે છે. ત્યારે જ દરદીને શાંતિ થાય છે. શરીરમાં એક હાડકાના છેડા સાથે બીજા હાડકાને સાંધો કેવી રીતે જોડાણ થયેલ હોય છે, તે આ ઉપરથી હેજે સમજી શકાશે. જન્મથી જ શરીરમાં જે પ્રકારે હાડકાની સજના હોય છે, તે પ્રમાણેની સંજનાથી