________________
૧૨૭ ગતિપશુ આપણે સમજી શક્ત નહિં. જેથી દરેક સંસારી જીનું શરીર એક જેવું અને એક સરખું દેખાત, પ્રગ પરિણમનમાં થતી ભિન્નતાના હિસાબે જ શરીરના અવયની રચનામાં ભિન્નતા છે. અને શરીરના અવયવોની રચનામાં ભિન્નતાના હિસાબે જ સંસારી જીવોના ગતિ અને જાતિને અનુસરી કહેવાતા ભેદને આપણને ખ્યાલ પેદા થાય છે. આ બધાનું મુખ્ય કારણ નિર્માણ નામકર્મ છે. એટલે ગ્રહણ કરનાર જીવોના કર્માનુસાર–ગત્યાનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. અહીં વળી પણ આપણે સ્પષ્ટ કરી જઈ એ કે-શરીર નામકર્મ અને સંઘનન નામકર્મ દ્વારા, ઔદારિકાદિ વર્ગણનાં સંઘાત પામેલાં પગલેને પરસ્પર એકમેક સંબંધવાળાં બનાવી, જે જે શરીર નામકર્મના ઉદયથી તે તે શરીરપણે પરિણામ પામેલા પુદ્ગલેને અંગોપાંગ નામકર્મ દ્વારા અંગ અને ઉપાંગ, અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણમન થવામાં તથા તે અવયવો જે સ્થળે અને જેવા સ્વરૂપે જોઈએ તે સ્થળ અને સ્વરૂપની રચના થવામાં નિર્માણ નામકર્મ કારણરૂપ છે.
ઉપરોકત કર્મ દ્વારા પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન થવા વડે તૈયાર થતા શરીરમાં અમુક અમુક પ્રકારે હાડની મજબૂતી થવા રૂપ પરિણામની પણ આવશ્યકતા રહે છે. જેટલા પ્રમાણમાં હાડની મજબૂતી વધુ હોય તેટલા પ્રમાણમાં શરીરને વ્યાઘાત ઓછો લાગે છે. આપણે શાસ્ત્રો દ્વારા સાંભળીયે છીએ કે-તીર્થકર જેવા મહાપુરૂષના શરીરને અનેક