________________
૧૦૭
ઉદય આવે છે. કારણ કે બીજી કર્મપ્રકૃતિએ તે ભવ-ભવાં તરે ગમે ત્યારે ઉદય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્ય કર્મો તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે. માટે તે ચારેને ભવવિપાકી કહેવાય છે, વર્તમાન ભવના બે આદિ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ બંધાવા છતાં પણ
જ્યાં સુધી તે વર્તમાન ભવની પૂર્ણતા થવા વડે ઉત્તર સ્વગ્ય ભવ પ્રાપ્ત થયે હેતે નથી, ત્યાંસુધી તે ઉદયમાં આવતું નથી. અને સ્વયેગ્ય ભવપ્રાપ્તિમાં જ તેને ઉદય થાય છે, માટે તે ભવવિપાકી છે.
પુદગલ વિપાકી–પુલ વિપાકી કર્મપ્રકૃતિઓના વિપાકને સંબ ધ પુલ વર્ગણાઓના બનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલ વિપાકી કર્મપ્રકૃતિઓ સંસારી જીને શરીર, શ્વાસોચ્છાસ, ભાષા અને મન, એ ચારેને ચગ્ય પુદુગલે અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂક્ષમતા, સ્થૂલતા, સંસ્થાન, અંગોપાંગ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદ્ગલ. વિપાકી પ્રકૃતિએ તે નામકર્મની પ્રકૃતિઓ છે.
સંસારી જીનું શરીર કેવી રીતે અને શાનું તૈયાર થાય છે? શરીરના અવયવોની એગ્ય રથળે રચના, શરીરનો. બાધે, અને શરીરનો આકાર જુદી જુદી જાતિના ને આશ્રયી જુદા જુદા પ્રકારે કેવી રીતે ગોઠવાય છે ? તે બધાઅને સાચે ખ્યાલ આ પુદ્ગલ વિપાકી કર્મપ્રકૃતિએને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિં