________________
૧૦૬
સ્વરૂપે અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવો છે કે જે ક્ષેત્રની, ભવની કે બાહ્ય સામગ્રીઓની અપેક્ષા રાખ્યા વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે છે. તે કમપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે પ્રકૃતિઓ નીચે મુજબ છે.
જ્ઞાનાવરણીય–૫, દર્શનાવરણીય ૯, વેદનીય ૨, મેહનીયની ૨૮, ગેત્રની ૨, અંતરાયની ૫, તથા નામકર્મમાં ગતિ ચાર, જાતિ પાંચ, વિહાગતિ બે, શ્વાસેચ્છાસ નામ કર્મ–૧, તીર્થકર નામકર્મ–૧, ત્રસ–૧, બાદર-૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય–૧, સુસ્વર-૧, આય–૧, યશ-૧, સ્થાવર-૧ સૂક્ષમ-૧, અપર્યાપ્ત–૧, દૌભાગ્ય–૧, દુઃસ્વર-૧, અનાદેય–૧, અને અપયશ-૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે.
હવે પ્રથમ ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિઓ કઈ છે. તે વિચારી પછી પુદ્ગલ વિપાકીની હકીકત વિચારીશું.
ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદય થતી હોવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિં ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિરૂપ જ લેવાનું છે. દેવાનું પૂબી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂવી અને નરકાનું પૂવી જ ચારે આનુપૂવકમેં ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશોની શ્રેણરૂપ ક્ષેત્ર પર પસાર થતાં જીવને ઉદયમાં આવે છે.
ભવવિપાકી–જે કર્મ પ્રકૃતિઓ અમુક ભવમાં જ