________________
૧૫
વગીકરણ ચાર વિભાગમાં પણ કરેલું છે. તે ચાર પ્રકારે નીચે મુજબ છે.
(૧) જીવવિપાકી (ર) પુગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવવિપાકી
આ ચાર પ્રકારના વગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. જો કે કર્મપ્રકૃતિઓને વિપાક
જીવ જ અનુભવે છે. એ હિસાબે સર્વ પ્રકૃતિઓ જીવવિપાકી જ છે. પરંતુ અમુક કર્મપ્રકૃતિઓ એવી છે કે જે જીવ ઉપર સીધી અસર નહિ કરતાં શરીરને ઉપયોગી એવી કેટલીક જડ સામગ્રીઓ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રવૃતિઓ અમુક સ્થાનને જ પામીને અને વળી કેટલીક તે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાં જ જીવને ફળદાયી થાય છે. આટલી બાબતોને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારે કર્મપ્રકૃતિઓના બતાવ્યા છે. એટલે કઈ કર્મ પ્રકૃતિએ ક્યા સ્થળને, કયા ભવને અને કેવા પ્રકારની શરીરની સામગ્રીઓ પામીને, તથા કઈ પ્રકૃતિએ સ્થાન, ભવ, અને પુદ્ગલ સામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે ? તે આ ચાર પ્રકારના વગીકરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેતુ પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય, તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિએ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે.
(૧) જીવ વિપાકી–કર્મ માત્ર આત્માને વિપાક