________________
૧૦૪
જ બની જાય છે. અને તે એવાં કામ કરી બેસે છે કે જેથી સ્વયં પિતાના કર્માનુસાર ફળ પ્રાપ્ત કરી જ લે છે. આ રીતે શરીર રચનામાં પ્રસ્ત બની રહેલ જીવ પ્રયત્નમાં પણ, જીવની બુદ્ધિ પિતાના પૂર્વકૃત કર્માનુસારે જ બની રહેતી હોવાથી પોતપોતાના શરીરની સારી યા નરસી રચના, કર્મ અણુસમૂહની આધિનતાથી જ જીવ કરી શકે છે, એમ માનવામાં કઈ હરક્ત રહેતી નથી.
પહેલાં વિચારાઈ ગયું છે કે પ્રતિસમય જીવવડે ગૃહિત કામણવર્ગણાના તમામ અણુસમૂહમાં સ્વભાવનું નિર્માણ એક સરખું નહિ થતાં વિવિધ પ્રકારનું થાય છે. અને તે વિવિધ પ્રકારના સ્વભાવ ધારક આણુસમૂહે વિવિધ સંજ્ઞાથી વ્યાવહારાય છે.
અહિં શરીરને ગ્ય પગલોનું ગ્રહણ અને તે પુદ્ગલેનું પરિણમન વિવિધ રીતે જીવ કેવી રીતે અને કયા કર્મને આધીન રહીને કરે છે, તે આપણે વિચારવાનું છે. વિવિધ સંજ્ઞાધારક કર્મ આસમૂહનું જૈનદર્શનમાં મૂળ આઠ અને ઉત્તર ૧૫૮ ભેદે વગીકરણ જેમ કર્યું છે, તેમ શુભ અને અશુભ ફળદાતાની અપેક્ષાએ પુણ્ય તથા પાપ એમ બે ભેદે, તથા જ્ઞાનાદિ ગુણેને ઘાત કરનાર અને નહિ કરનારની અપેક્ષાએ ઘાતી-અઘાતી એમ બે ભેદે પણ વર્ગીકરણ કરેલું છે. તદુપરાંત કર્મને વિપાક અમુક હેતુઓ પ્રાપ્ત થતું હોવા અંગે તે વિપાકની હેતુસૂચક અપેક્ષાએ કર્મપ્રકૃત્તિઓનું