________________
૧૦૮
સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણમાં ગોથાં ખાય છે. એટલે પુલવિપાકી કર્મપ્રકૃતિઓનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે.
પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા, જીવને વિપાકને અનુભવ કરાવનારી હેવાના અંગે જ, આ કર્મ પ્રકૃતિઓ, શાસ્ત્રમાં “પુદગલવિપાકી ” પ્રકૃતિ તરીકે ઓળખાય છે. તે ૭૨ પ્રકૃતિઓ નીચે મુજબ છે.
શરીર નામકર્મ–૫, અંગે પાંગ નામકર્મ-૩, બંધન નામકર્મ–૧૫, સંઘાતન નામકર્મ–૫, સંહનન નામકર્મ, સંસ્થાન નામકર્મ–૬, વર્ણ નામકર્મ–૫, ગધ નામકર્મ–૨, રસ નામ–પ, સ્પર્શ નામકર્મ–૮, અગુરુલઘુ નામકર્મ–૧, નિર્માણ નામકર્મ–૧, પરાઘાત નામકર્મ–૧, ઉપઘાત નામકર્મ–૧, આતપ નામકર્મ–૧, ઉદ્યોત નામકમ–૧, પ્રત્યેક નામકર્મ–૧, સાધારણ નામકર્મ–૧, શુભ નામકર્મા–૧, અશુભ નામકર્મ– ૧, સ્થિર નામકર્મ–૧, અસ્થિર નામકમ-૧, એમ કુલ-૭૨ પ્રકૃતિઓ છે.
આ બહેતર પ્રવૃતિઓ તે નામકર્મની ૧૦૩ પ્રકૃતિ- પિકીની છે. નામકર્મને જૈનદર્શનકારેએ ચિત્રકારની ઉપમા - આપેલી છે. ચિત્રકારને જેવું ચિત્ર તૈયાર કરવાની ઈચ્છા હોય તેને અનુરૂપ રેખા-રંગ-સફાઈ વગેરે સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખે છે. તે સામગ્રીઓમાં જેટલી ખલના હેય તે મુજબ ચિત્રના કાર્યમાં ખલન થાય છે.