________________
પ્રકરણ ૭ મું સુષ્ટિ સર્જન
આ દ્રશ્ય જગતનું અસ્તિત્વ કેઈ અમુક નિયત ટાઈમથી જ બની રહ્યું છે, એવું નથી. તે તે સદાને માટે છે જ. અને સદાને માટે રહેશે જ. હા ! એટલું જરૂર છે એમાં પરિવર્તન થતાં રહે છે અને થતાં રહેશે. તેમાં કેટલાંક પરિવર્તન તે જીવના પ્રયત્નની અપેક્ષાવાળાં છે. વળી એવાં પણ કેટલાંક પરિવર્તન હોય છે કે જેમાં કેઈના પણ પ્રયત્નની અપેક્ષા રહેતી જ નથી. તે જડતના વિવિધ સંગોથી, ઉષ્ણતા–વેગ-ક્રિયા આદિ શક્તિઓથી બનતાં જ રહે છે. માટી–પથ્થર આદિ ચીજોના એકત્ર થવા રૂપ નાના–મોટા પહાડ બને છે. જુદી જુદી દિશાઓમાંથી આવી મળેલ પાણીના પ્રવાહમિલનથી નદીઓ બને છે. ઘણું નદીઓના પાણસમૂહથી સમુદ્ર બને છે.
સૂક્ષ્મબુદ્ધિથી સમજનાર સમજી શકે છે કે આ જગ. તના સ્થલ અને સૂકમ પદાર્થો, પરમાણુના ભિન્નભિન્ન પ્રકારના સંગાથી રચાય છે. પૂરણ અને ગલન, એ પુદ્ગલ-પરમાણને સ્વભાવ હોવાથી પરમાણુયુક્ત પદાર્થોમાં અનેક પ્રકારનાં રૂપાન્તરે થવાની ચેગ્યતા આપણે જોઈએ છીએ પૃથ્વી ઉપરનું દોષવાળું જળ, સૂર્યના કિરણેથી શેવાઈ