________________
કેટલાક લોક એવી માન્યતા ધરાવે છે કે જેનદર્શન તે માત્ર કર્મવાદી જ છે. પરંતુ માત્ર કર્મવાદી જ છે” એમ માની લેવું તે ભૂલ ભરેલું છે. કેમકે કાર્યની ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્મને જ માનનાર નહિં હતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાર્થ એ પાંચે સમવાય કારણેને માનનાર અનેકાન્તવાદી દર્શન છે. આમ છતાં કેટલાકને માત્ર કર્મવાદીની જ ભ્રાન્ત માન્યતા ઉદ્દભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણો પૈકી કર્મનું સ્વરૂપ, શેષ ચાર કારણે કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વર્ણવાયેલું જોવામાં આવે છે.
વર્તમાન જૈન આગમમાં તે કર્મવાદનું સ્વરૂપ અમુક પ્રમાણમાં જ વર્ણવેલ છે. કર્મવિચારનું મૂળ તો જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના બારમા અંગના ચૌદ પૂર્વવાળા ચોથા ભેદમાં છે. તેમાં કર્મપ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વ પણ લુપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારે પરંપરાએ ઉતરી આવેલ છે, અને સંઘરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યોએ નિર્માણ કરેલ કર્મવાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્મવાદનું સ્વરૂપ સંપૂર્ણ પણે તે નહિ પણ અમુક અંશે તે જાણું-સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મ. વાદને વિષય પણ અન્ય દર્શનમાં કહેલ કર્મવાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પર્શી છે.
કર્મસત્તા ઉપર વિજય મેળવીને જીવે પરમાત્મપદ પ્રાપ્ત