________________
૯૭૧
પારસ્પરિક સંબંધ છે. જ્યાં સુધી એ બને એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય, ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બને તત્વને અલગ પાડવાનું દિગ્દર્શન જ જૈનદર્શનનું મુખ્ય પ્રોજન છે. એ પ્રજનની સફલતા કર્મસ્વરૂપ પુદ્ગલ-અણુના તાત્વિક વિષયની સમજમાં જ છે. વિશ્વના કેઈપણ પ્રકારના અણુવિજ્ઞાન કરતાં કર્મસ્વરૂપ અણુવિજ્ઞાન એ જ ઉચ્ચકોટિનું અણુવિજ્ઞાન હેઈ, આવા અણુવિજ્ઞાનના આવિષ્કારક જૈનદર્શનના આગુવાદની જ ખાસ મહત્તા છે. જૈનદર્શને જ કર્મસિદ્ધાંતના અદ્વિતીય વિજ્ઞાનની જગતને ભેટ કરી છે. ઘણા લોકેને કર્મપ્રકૃતિઓની ગણત્રી, સંધ્યાની બહુલતા આદિથી તે વિષય પર રૂચી હોતી નથી, પરતુ. તેમાં કર્મશાસ્ત્રનો શું દેષ ? ગણિત, પદાર્થ વિજ્ઞાન આદિ ગૂઢ અને રસપૂર્ણ વિષયેપર સ્થૂલદશી લોકોની દષ્ટિ કામ ન કરે અને તેથી તેવાઓને તે નિરસ લાગે તેમાં વિષયને શું દોષ? દેષ છે નહિ સમજવાવાળાની બુદ્ધિનો. કેઈપણ વિષયના અભ્યાસીને તે વિષયમાં રસ ત્યારે જ આવે છે કે જ્યારે તે તેની ઉંડી વિચારણા કરી શકે.
જેને સામાન્ય ચક્ષ દેખી ન શકે તેવા વિષયને પણ જાણી શકવાવાળી, તથા જેને સાધારણ ઈન્દ્રિયે પામી ન શકે એવી વસ્તુને અનુભવ કરવાવાળી, પ્રચ્છન્ન ભાવે રહેલી આત્મશક્તિને પ્રગટ કરવાને હેતુ, એ જે જૈનદર્શન કથિત આગનો આવિષ્કાર છે.
. .
જ. ૭