________________
૦૫
રસ અને સ્પર્શમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પલટો થાય છે. પુદ્ગલનું વિવિધ રીતે થતું પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટચ અનાજમાં હોતું નથી. તેવી રીતે કર્મણ વર્ગણના પુગલમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટય કાશ્મણવર્ગણાના પગલોમાં કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હાતું નથી.
પગલેમાં અનેકરૂપે પરિણમન થવાનો સ્વભાવ હોવા છતાં પણ અમુક સંગેની પ્રાપ્તિએ જ તે સગને અનુરૂપ પૃથક પૃથક રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કર્મરૂપે થતું પુદ્ગલ પરિણમન તે કામણવર્ગણાના પુદ્ગમાંથી થતું હોવા છતાં તે પગલે આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બની રહ્યા વિના થઈ શકતું નથી.
જગતમાં જે કંઈ દષ્ટિગોચર ફેરફારે યા પુદ્ગલ પરમાણુઓની અચિંત્ય શક્તિઓનો પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુગલના દશ પ્રકારે થતા પરિણામથી જ છે.
(૧) પિદુગલિક અણુસમૂહનું પરસ્પર સંબંધ થવાસ્વરૂપ બે પ્રકારને બંધ પરિણામ. (૨) સ્થાનાંતર થવાસ્વરૂપ બે પ્રકારને ગતિ પરિણામ. (૩) આકાર થવા સ્વરૂપ પાંચ પ્રકારના સંસ્થાન પરિણામ. (૪) સ્કંધમાંથી છૂટા પડવા સ્વરૂપ