________________
છે? પ્રાણીમાત્રની વિવિધ શરીરરચના, વિવિધ ચૈતન્યશક્તિ, પ્રાણીઓમાં વર્તતી રાગ-દ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઈન્દ્રિચેની ન્યૂનાધિકતા, સમાન ઈન્દ્રિયે આદિ સંગે હવા
છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખ–દુઃખના સંગની - અનુકૂળતા તથા પ્રતિકૂળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ, વગેરે
અનેક વિચિત્રતા, કર્મસમૂહને હટાવવા જૈન ધર્મના આરાધકેમાં કરાતી બાહ્ય ક્રિયાઓની મહત્તા, આવી અનેક બાબતેને ખુલાસે માત્ર જૈનદર્શનકથિત કર્મવિજ્ઞાન દ્વારા જ મળી શકે છે. આ સર્વ ખુલાસા, જૈનદર્શન–આવિષ્કારિત કર્મ વિજ્ઞાનથી જ મળી શકવાનું મુખ્ય કારણ એ છે કે
કર્મ ૨જકણ ? એ એક પૌગલિક (એક પ્રકાર જડ પદાર્થ)ની જ અવસ્થા છે, એવી સમજ માત્ર જૈનદર્શન જ પ્રાપ્ત કરાવી શક્યું છે ! કર્મને જે એક વસ્તુ કે પદાર્થ જાણે તે જ કર્મવરૂપ બરાબર સમજી શકે.
જેનદર્શન કહે છે કે “કેમ” એ પુદ્ગલ દ્રવ્ય (પદાર્થ) ના પરિણમનની જ એક અવસ્થા છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવો તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં -કંઈ કઈ મૌલિક તત્ત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી છે, પરંતુ અવસ્થાને તેમાં પલટો છે. જેમ પ્રાણીના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસરૂધિર-માંસ-મેદ–અસ્થિ–મજાજ અને વીર્ય) તે પ્રાણીએ ગ્રહણ કરેલ ખોરાકનું પરિણમન છે, તેમ કર્મ એ યુગલનું -એક પરિણમન છે. પરિણમન પામેલા પુદ્ગલના વર્ણ—ગંધ