________________
શકતો નથી. અને અલ્પસમયમાં જ વિલીન થઈ જાય છે, કેમકે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મ રહિત અઘાતી કર્મો તે. પરાજય પામેલ રાજવિહેણા નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મને ક્ષય થયા બાદ અઘાતી કર્મો અલ્પ ટાઈમમાં. જ ક્ષય થવાના પરિણામે આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુ એ ચાર અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્માનું શાશ્વત સ્થાન તે આ ચાર સંગવાળું છે. પરંતુ ઘાતકર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મો વડે આતમા તેથી વિપરીત સંગમાં ભટકી શાંતિ પ્રાપ્ત કરી શકતે નથી.. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે અવ્યાબાધ–અક્ષયસ્થિતિ–અરૂપી. પણું અને અગુરુલઘુપણામાં જ છે. એ સ્થિતિની પ્રાપ્તિ, અઘાતી કર્મોને સંબંધ આત્મામાંથી સર્વથા છૂટી જવાથી જ થાય છે. પરંતુ તે સંબંધનો છૂટકારે તો ઘાતકર્મના છૂટકારાથી જ થાય, અને ઘાતી કર્મને છૂટકારે પ્રથમ મેહનીય. કર્મના છૂટકારાથી જ થાય છે.
મેહનીયકર્મની વિવિધ અવસ્થાના સંબધથી અમુક કેમે કેમે સર્વથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં ગુણસ્થાનક તરીકે ઓળખાવી છે. કઈ દશાસુચક ગુણસ્થાનકમાં કર્મનો બંધ-ઉદય–ઉદીર અને સત્તાસ્વરૂપ સ બંધ આત્માને કે કે બની રહે છે ? અને અત્તે ગુણરથાનકમાં આગળ વધતાં મોહનીય કર્મને સર્વ પ્રકારનો સંબંધ, આત્મામાંથી સર્વદાના માટે કેવી રીતે વિલીન.