________________
બને છેત્યારબાદ અલ્પ સમયમાં જ શેષ ત્રણ ઘાતકર્મ, આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે બને છે ? અને અન્ત અઘાતી કર્મો સ્વયં કેવી રીતે છૂટી જવાથી આત્મા, અજરઅમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે ? આ બધી હકીકત, સ્પષ્ટ અને હૃદયગમ્ય રીતે જૈનદર્શનમાં જેવી જાણવા મળે છે, તેવી અન્ય ક્યાંય પણ જાણવા મળી શકતી નથી.
જેનશાસ્ત્રમાં સ્વભાવની વિવિધતાને અનુલક્ષીને કર્મના મૂળ આઠ ભેદ અને ઉત્તર ૧૫૮ ભેદદ્વારા કરેલ કર્મની “વિવિધતાનું વગીકરણ એટલું બધું સુંદર છે કે, તેના દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓના ખુલાસે જૈનદર્શનમાં બતાવેલ કર્મતત્વના જ વિજ્ઞાન દ્વારા થઈ શકે છે.
કેવા પ્રકારનું કર્મ વધુમાં વધુ અને ઓછામાં ઓછો કેટલો ટાઈમ આત્માની સાથે ટકી શકે ? કમને બંધ થયા પછી તે વિવસિતકર્મ કેટલા ટાઈમ સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે? વિપાકના નિયત સમયમાં પણ પલટો થઈ શકે કે કેમ ? કંઈ જાતના આત્મપરિણામથી આ પલ્ટો થઈ શકે ? બંધસમયે વિવક્ષિત કર્મમાં જે સ્વભાવનું નિર્માણ થયું હોય તે સ્વભાવનો પણ પલટો વિપાક સમયે થઈ શકે કે કેમ? સ્વભાવપલટો થઈ શક્ત હોય તે કેવી રીતે થઈ શકે ? કર્મને વિપાક રોકી શકાય કે કેમ? રેઈ શકાતો હોય તો કેવા આત્મપરિણામથી રોકી શકાય? દરેક પ્રકારના કર્મને વિપાક રોકી શકાય કે અમુકને જ 'વિપાક રોકી શકાય ? જીવ પિતાની વીર્ય–શક્તિના આવિ–