________________
૮૯
જગ્યાએ રહે છે, સૂમરસ ધાતમાં જાય છે, અને મળ તે રસધાતુઓના મળમાં જઈ મળે છે. આહારમાંથી થતી આ રીતની રાસાયણિક ક્રિયા ઉપરથી સમજુ માણસ સહેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કાર્મણવર્ગણના, કમરૂપે થતા પરિણમનમાં પણ અમુક અમુક સંખ્યા પ્રમાણ પ્રદેશસમૂહવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ, તે પ્રત્યેક ભાગલાવાળા કર્મપ્રદેશ (કર્મ રજકણ) સમૂહમાં સ્વભાવ– અને રસ (પાવર)નું નિર્માણ વિવિધ રીતે પરિણમે એમાં કંઈ આશ્ચર્ય નથી.
ગરૂપ વીર્યવડે જીવ દ્વારા આકૃષ્ટ કાર્મણવગણના દલિકસમૂહમાં પૂર્વબદ્ધ મેહનીય કર્મના વિવિધ પ્રકારના વિપાકેદય રવરૂપ નિમિત્તથી વિવિધ સ્વભાવનું સર્જન થાય છે. એ હકીકત ઉપર વિચારી ગયા. તેમાંના આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ગુણને ઘાત કરવાના સ્વભાવ ધારક કર્મ, દલિને ઘાતી કર્મ કહેવાય છે. આત્માના સ્વરૂપમાં બાધા નાંખી આત્મસ્વરૂપને પરિપૂર્ણતા–શુદ્ધસ્વરૂપે પ્રગટ બની નહિં રહેવા દેવાવાળાં આ ચાર ઘાતકર્મ જ છે.
આત્મામાં વિદ્યમાન ઘાતકર્મની સત્તા, આત્માને વૈભાવિક દિશામાં મૂકી દે છે. જેથી આત્માની જ્ઞાન અને શક્તિ પરિમિત બની જાય છે. એ એને દુઃખદાયક થાય છે. અને નીચે મુજબ બાહ્યસામગ્રીની અનુકુળતા અને પ્રતિકૂળતાને આધિન બનાવે છે.
અસ્થિર શરીરે જીવ ઉપર વીંટાય છે. જીવન અને