________________
૧૪ નમે જલ અને પૃથ્વી પર ઉત્પન્ન થતા તથા દેવતાઈ પુષ્પોથી
વિરચિત મહામાળાઓથી શોભતા કંઠવાળા અરિહનોને ૧૫ નમે શ્રેષ્ઠ હાર, અર્ધહાર, કડાં અને મુકુટ વડે શોભતા
અરિહન્તોને ૧૬ નમે શ્રેષ્ઠ વેણુ, વિણ, મૃદંગ, અનેક પ્રકારના તાલ, ઘૂઘરાઓ
અને “ઘુમઘુમ” ધવનિઓથી સહિત નત્યવિધિ વડે પૂજાતા
અરિહન્તોને ૧૭ નમે “જય જય” શબ્દનો સમુચ્ચાર કરતા દેવતાઓના
સમૂહની સાથે માતાના ભવનમાં આવેલા અરિહન્તોને ૧૮ નો અંગૂઠામાં ઈન્દ્ર સ્થાપિત કરેલ અમૃતને ચૂસતા અરિહન્તોને ૧૯ નમે ચર્મચક્ષુથી અદશ્ય આહાર અને નીહારવાળા અરિહન્તોને ૨૦ નમે પરસેવે, મેલ અને રેગથી રહિત શુભ શરીરવાળા
અરિહન્તોને ૨૧ નમે ગાયના દૂધ જેવા ત માંસ અને રક્તવાળા અરિહન્તોને ૨૨ નમે મંદાર અને પારિજાત પુષ્પ જેવા સુગંધી શ્વાસોચ્છવાસ
વાળા અરિહન્તોને ૨૩ નમે છત્ર, ચામર, પતાકા, યૂપ, જવ વગેરે ચિહનોથી સહિત
હાથ અને પગવાળા અરિહોને ૨૪ મે એક હજાર અને આઠ લક્ષણોથી શોભતા અરિહન્તને ૨૫ નમો ઈન્દ્રની આજ્ઞાથી ધાઈરૂપે રહેલી પાંચ દેવાંગનાઓ વડે
સેવા પામતા અરિહન્તોને ૨૬ નમો નવા નવા દેવકુમાર સાથે રમતા અરિહન્તોને ર૭ નમે બાળપણામાં પણ અબાલભાવવાળા અરિહન્તને ૨૮ નમે સર્વ કળાઓ અને વિજ્ઞાનના પારને પામેલ અરિહન્તને ૨૯ નમે ત્રણે લેકને આશ્ચર્યકારક રૂપ, યૌવન અને ગુણવાળા
અરિહન્તાને
૧. પ્રાજ્ઞભાવવાળા