SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. વગેરેના મધુર ધ્વનિઓ થઈ રહેલા છે. ઉત્કૃષ્ટ સિંહનાદના શબ્દો ઊછળી દિશામંડળને પૂરી દે છે. આ પ્રમાણે કીડા અને શબ્દ કરતાં જેમનાં અંગમાં હર્ષનાદ સમાતું નથી તેવા દેવે પ્રભુના સમવસરણ તરફ જઈ રહ્યા હતા. એ પ્રમાણે તેઓ ચંપાપુરીમાં પહોંચ્યા. પદ્મસાર દેવે ઈન્દ્ર મહારાજને વિનંતી કરી કે –“હે દેવ ! જે આપની અનુના હોય તે હું એકલે જ શ્રી ધનાથ પ્રભુનું સમવસરણ બનાવ.” ઈદ્ર મહારાજે કહ્યું, “ભલે, એમ હો ! ” આમ કહેતાની સાથે શું થયું ? જેમ કેસમવસરણની રચના એક જનભૂમિમા ધમધમતો વાયુ તીક્ષણ કાંકરા, તૃણ, ધૂળ વગેરે નકામી વસ્તુઓને કચરો સાફ કરવા લાગ્યા. પવનથી ઊડતી ધૂળને શાન્ત કરવા, સુગ ધી ગંધયુક્ત, અને જેનાં વાદળાં દેખાતાં નથી એ વસ્સાદ વરસવા લાગ્યું. ત્યાર પછી પુષ્પરસનાં બિમા લુબ્ધ ભ્રમરશ્રેણિઓના ગુંજારવ જેની ઉપર થઈ રહેલા છે, એવાં કલ્પવૃક્ષનાં ફૂલના ઢગલા, દીટાં નીચેની બાજુ રહે તેવી રીતે, પડવા લાગ્યાં. પછી તે દેવના પરિવારે વિવિધ પ્રકારનાં રંગવાળા મણિ રનનાં કિરણ એકત્ર થવાથી બનેલા મેઘધનુષ્યની શોભાનો દેખાવ આપતો સુંદર ગઢ બનાવ્યું. આ પ્રથમ ગઢની તરત બહાર ઉત્તમ દિવ્ય સુવર્ણથી બનાવેલું, નથી પ્રકાશિત શિખરવાળે બીજે ગઢ દેવતાઓ રચ્યું. તેના ટૂંકા અંતરે કુરાયમાન કાંતિવાળાં ઊ ચાં શિખરોથી શોભતે ત્રીજો ગઢ રજતમય પણ જલદી બનાવ્યું. પછી ઊંચા સુવર્ણના તેરણવાળા શિખર ઉપર શ્રેષ્ઠ મણિના બનાવેલ વરાહ, હાથી, સિંહ, ઘેડા, સરભ, સસલાં, સાબર વગેરે જેમાં આલેખેલાં છે તેવી ફરકતી ધ્વજાઓથી યુક્ત, મણિઓની ઘડેલી પૂતળીઓની શોભાથી શોભતે, જ્યાં ચામરે વીંઝાઈ રહેલા છે, સુગ ધી મહેક મારતે ધૂપ સળગી રહેલા છે, લાંબી પુષ્પની માળાઓ લટકી રહેલી છે અને નાની ધ્વજ ફરકી રહેલ છે એવો તથા મોતીઓની મનહર માળાઓથી યુકત ૧-૨-૩-૪ આ બધા કારસમૂહના વિશેષણો છે
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy