SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ દ્વારા સમૂહ તક્ષણ બનાવ્યું. ત્યાર પછી શ્રેષ્ઠ કનકપદ્મથી વિભૂષિત, વિકસિત નીલકમલ અને પુષ્પોથી સુશોભિત, અતિ નિર્મળ જળથી ભરેલી વાપિકાઓની દ્વારોની પાસે રચના કરી. તે પછી પવનથી કંપતાં પલવાળા અને વિકસિત પુની સુગંધવાળા ઉત્તમ આંબા, ચંપા, અશોક વગેરે સારી જાતનાં વૃવાળાં વનના મધ્યભાગમાં તે દેવે ઊંચું, મેરુપર્વત જેવું સ્થિર, શ્રેષ્ઠ અને મણિમય એવું ભગવન્તનું સિંહાસન બનાવ્યું. ત્યાર પછી પ્રસરેલાં કિરણવાળું ઝળહળતું પ્રભુનું ભામંડલ રચ્યું. એટલામાં એકદમ દેવતાઓએ ઉત્તમ દુંદુભિ વગાડી. તે પછી કેમળ નવપલ્લવની શ્રેણિયુક્ત, પવનથી કંપતા ગુચ્છાઓથી શોભતા, અને પ્રભુનાં શરીર કરતાં બાર ગણા ઊંચા મનહર અશેકવૃક્ષની રચના કરી. તે પછી ત્રિભુવનના સ્વામીપણના ચિહ્નરૂપ ચદ્રની શ્રેણિ માફક ઉજવેલ અને સ્ફટિકમય ત્રણ છત્રની રચના કરી. બને બાજુ કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બે ચામર ઢાળવા લાગ્યા, ઉત્કૃષ્ટ સિડનાદ થવા લાગે, અને દિવ્યપુષ્પની વૃષ્ટિ થઈ. એ વખતે ધર્મનાથ તીર્થ કર ભગવતે દેવનિર્મિત સુવર્ણ કમળ ઉપર પગ સ્થાપન કરતા કરતાં કિલ્લાના પૂર્વ દ્વારમાંથી પ્રવેશ કર્યો. તે પછી દેવતાઓ વડે સ્તવાતા ભગવંતે ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી. ભગવંત પૂર્વાભિમુખ બેઠા. ત્રણ દિશામાં પ્રભુના રૂપ જેવાં ત્રણ રૂપે પ્રભુના પ્રભાવે બની ગયાં. પર્વદા ત્યાર પછી ગણધરે પ્રભુને નમન કરી એમની જમણી બાજુ બેઠા. તેમની પાછળ કેવળીઓ અને બાકીના સાધુઓ સમવસરણની પર્ષદામાં બેઠા. પછી વૈમાનિક દેવી, સાવી અને બીજાઓ બેઠાં. કઈ જગ્યા પર વૈમાનિક દે, કઈ જગ્યા પર ભવનપતિ દેવો, કઈ જગ્યા પર જ્યોતિષ દેવો અને કઈ જગ્યા પર વ્યંતર દેવે હતા. કઈ જગ્યા પર વ્ય તર દેવીઓ, કઈ જગ્યા પર જ્યોતિષ દેવીઓ, કઈ જગ્યા પર નગર લોકે અને કઈ જગ્યા પર રાજા અને ઈદ્રો હતા. જન્મથી પરસ્પર વેરવિધવાળાં સર્વ પ્રાણીઓ
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy