SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે ભરતક્ષેત્રમાં શ્રી ધર્મનાથ ભગવાનનું તીર્થ પ્રવતી રહ્યું હતું. રામવસરણ સમયે દેવપ્રવૃત્તિ એ સમયે દેવ સેનાપતિએ કરાવેલો ઘટનાદને પડઘે ઊછળે. તે પડઘાનાં પુદ્ગુલે અથડાવાથી દેવઘ ટો વાગવા લાગ્યા. ઘ ટારવથી બાકીનાં દેવવાજિત્રો પણ વાગવાં શરૂ થયાં. તેના શબ્દથી દેવયુવતીઓ હુંકાર શબ્દ કરવા લાગી. હુંકાર શબ્દના શ્રવણથી વિમિત બનેલા દેવ પ્રિયાના મુખ ઉપર ચપળ દૃષ્ટિ સ્થાપન કરવા લાગ્યા. ચપળ નજરે જોવાથી ગંધર્વના ગીતરવમાં ભાગ પડ્યો. ભંગ પડવાથી અસરાઓનાં નૃત્યના તાલ, લય, માર્ગ વગેરે નાશ પામ્યા અને તેથી શ્રોભાયમાન થયેલી અસરાઓના કલરવ શબ્દથી આકાશ–મંડળ ભરાઈ ગયું. એ પ્રમાણે દેવભવનોમાં અણધાર્યો આસનકંપ થા, કેલાહલ ઊછળ્યો અને તેનો પડઘે ફેલા એટલે સુરવોએ પૂછયું, “અરે આ શુ છે ?” એટલે પ્રતિહારીએ વિનંતિ પૂર્વક કહ્યું, “હે દેવ! જંબુદ્વીપના દક્ષિણ ભરતખંડના મધ્યભાગમાં જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તે શ્રી ધર્મનાથ તીર્થકર વિચરી રહેલા છે. તેથી તેમના સમવસરણમાં ભક્તિથી નમેલા મસ્તકવાળા દેવમૂડથી પરિવરેલા ઈન્દ્ર મહારાજની સાથે જવું જોઈએ.” તે સાભળી સર્વ દેવેએ “ સુધર્મ છે જેમનો એવા ધર્મજનેશ્વરને નમસ્કાર હે,” એમ કહી નમસ્કાર કર્યા. તેમ કરીને ઈન્દ્ર વગેરે દેવો તૈયાર થયા. તે કેવી રીતે જેમ કે – દેવ ! જ મૂકી છે એટલે જેમને કેવળ તો મારી છે. કોસાથે બનત એકદમ ઊંચે દોડતા શ્રેષ્ઠ ર, બીજાં ઘણાં વાહનો અને વિમાનોથી આકાશમાર્ગ રોકાઈ ગયેલ છે. અત્યંત આનંદવાળા દેવો કલરવ કરી રહ્યા છે અને હર્ષવશ બની એકીસાથે બૂમો પાડી રહ્યા છે. દેવોની પ્રૌઢ દેવગનાઓ વિલાસપૂર્વક ધવલ મ ગલ ગીતો ગાઈ રહી છે. અને રત્નનાં બનાવેલાં નુપૂરની ઘૂઘરીઓના રણકાર થઈ રહ્યા છે. ઉત્તમશ ખ, પડ, ભેરી, ઝાલર વગેરેના મધુર શબ્દોના પડઘા સંભળાઈ રહેલા છે. ના, તુંબ, વીણા, વેણુ
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy