________________
ત્રષિભાષિત ૩૪ અતિશયે)
અદ્દભુત અતિશય ગુણે વડે હું જિનવરેન્દ્રોને સ્તવીશ. તે અતિશય ગુણે ત્રણ પ્રકારના છે : સ્વાભાવિક, કર્મક્ષયિક અને સુરકૃત.
આ ગુણે જન્મથી હોય છે – ૧ દેહ વિમલ અને સુગંધી તથા રોગ અને પ્રસ્વેદથીપ
રહિત. ૨. રુધિર ગાયના દૂધ જેવું અને માંસ વેત, અજુગુપ્સનીય. ૩. માંસ ચક્ષુવાળા જીને આહાર અને નીહાર સતત અદશ્ય.
૧. મૂલમાં જેટલું વર્ણન છે, તેટલું જ અહી આપેલ છે. ૨. જન્મથી જ હેય. ૩. ઘાતિકને ક્ષય થતાં જ ઉત્પન્ન થાય. ૪. દેવતાઓએ ભક્તિવશ કરેલ. ૫. પરસેવાથી રહિત. ૬. અબીભત્સ,
૭. માંસચક્ષુવાળા =સાદી આંખવાળા જીવો ભગવન્તના આહાર અને નહાર (મલત્યાગ વગેરે) ન જઈ શકે, અવધિજ્ઞાનીને દેખાય.