________________
સિદ્ધના ભેદ
૪૩ હતાં, ગૌતમસ્વામી વગેરે પુરુષ હતા અને ગાંગેય વગેરે (કૃત્રિમ) નપુંસક હતા. કેટલાક એમ માને છે કે સ્ત્રીલિંગે મિક્ષ ન મળે, તેનું આ વિધાનથી નિરસન થાય છે. -
કેટલાક જીવે સંધ્યાના રંગ, વૃદ્ધત્વ વગેરે નિમિત્તો પામીને વૈરાગ્યવાન બને છે અને મોક્ષે જાય છે, જેમકે રાજર્ષિ કરકંડુ; તે કેટલાક જીવ સંધ્યાના રંગ, વૃદ્ધત્વ આદિ કેઈ પણ નિમિત્ત પામ્યા વિના, તેમજ ગુરુના ઉપદેશ વિના પણ મેક્ષમાં જાય છે, જેમકે મહાત્મા કપિલ. તેમજ કેટલાક જીવે ગુરુથી બોધ પામીને ચાસ્ત્રિ ગ્રહણ કરે છે તથા તેના નિરતિચાર પાલનથી મેક્ષે જાય છે, તેમને અનુક્રમે પ્રત્યેબુદ્ધસિદ્ધ, સ્વયંબુદસિદ્ધ અને બુધિતસિદ્ધ જાણવા.
કેટલીક વાર એક સમયમાં એક જીવ મેક્ષે જાય છે, તેમને એકસિદ્ધ સમજવા અને કેટલીક વાર એક સમયમાં અનેક જી સિદ્ધ થાય છે, તેમને અનેકસિદ્ધ સમજવા. તે સિદ્ધ ભગવંતની સ્તુતિના અધિકારે કહેવાયું છે કે
सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपर-गयाणं । | મુવાયા, નમો યા શ્વ-સિદ્ધાdi |
જેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે અને લેકના અગ્રભાગે ગયેલા છે, એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર છે.”