________________
૪૩૦
નવ-તત્વ-દીપિકા કેટલાક જ શરીર પર ગૃહસ્થને વેશ હોવા છતાં કર્મને ક્ષય થવાને લીધે મોક્ષ પામે છે, તેમને ગ્રહસ્થલિંગસિંદ્ધ જાણવા. દાખલા તરીકે ભરત ચકવત. તેઓ અરીસાભુવનમાં ઊભા ઊભા વિવિધ આભૂષણેથી અલંકૃત પિતાના દેહની શોભા જતા હતા. એવામાં એક આંગળી પરથી અંગૂઠી સરકી પડી અને તે આંગળી વરવી લાગી. આથી તેમણે બીજાં પણ આભૂષણે ઉતારીને શરીરને નિહાળ્યું, તે આખું શરીર શેભારહિત લાગ્યું. આથી તેમને શરીર વગેરેની અનિત્યતા સમજાઈ અને અનિત્ય ભાવનાને ઉત્કૃષ્ટ આશ્રય લેતાં ચારેય ઘાતી કર્મને ક્ષય થયો, એટલે કેવલજ્ઞાન પામ્યા અને અનુક્રમે મોક્ષે સિધાવ્યા.
કેટલાક જ અન્યલિંગ એટલે તાપસ વગેરેના વેશમાં પણ મોક્ષ પામે છે. મહાત્મા વલ્કલચીરી તાપસના વેશમાં હતા, પણ ભાવશુદ્ધિને કારણે કર્મને ક્ષય થતાં કેવલજ્ઞાન પામ્યા અને મેક્ષમાં સિધાવ્યા. આવા સિદ્ધોને અન્યલિંગસિદ્ધ સમજવા. કેટલાક છ જૈન શ્રમણના વિશમાં મેક્ષે જાય છે, તેમને સ્વલિંગસિદ્ધ સમજવા,
સ્વલિંગ એટલે જિનશાસનનું પિતાનું લિંગ, જિનશાસનમાં નિયત થયેલે સાધુને વેશ.
. | * લિંગને અર્થ જાતીયસંજ્ઞા કરીએ તે સીલિંગ, પુરૂષલિંગ અને નપુસકલિંગ એ ત્રણેય લિંગમાં
મેક્ષે જાય છે. દાખલા તરીકે ચંદનબાળા આ