________________
સિદ્ધના સેટ
૪૨૯. લિંગસિદ્ધ તે ગાંગેય વગેરે, પ્રત્યેકબુદ્ધસિદ્ધ તે કરકંડુ અને સ્વયંભુદ્ધસિદ્ધ તે કપિલ વગેરે.
તથા બુદ્ધબોધિત તે ગુરથી બંધ પામેલા, એકસિદ્ધ તે એક સમયમાં એકસિદ્ધ થયેલા અને અનેકસિદ્ધ તે એક સમયમાં અનેક સિદ્ધ
થયેલા. . '
() વિવેચન આ તીર્થક જિનપદ પામીને સિદ્ધ થયેલા છે, માટે તેમને જિનસિદ્ધ સમજવા અને પુંડરિક ગણધર - વગેરે જિનપદ પામ્યા વિના સિદ્ધ થયેલા છે, તેથી તેમને અજિનસિદ્ધ સમજવા. તાત્પર્ય કે જિન તથા અજિન બને અવસ્થામાં મોક્ષે જઈ શકાય છે.
તીર્થકર ભગવંતે તીર્થ પ્રવર્તાવ્યું હોય, તે સમયમાં તીર્થને આશ્રય પામીને જે જીવે મોક્ષે જાય, તે તીર્થ સિદ્ધ કહેવાય, જેમકે—ગણધર ભગવંતે અને તીર્થકરે દ્વારા તીર્થનું પ્રવર્તન ન થયું હોય અને તેવા સમયે જે જીવે મોક્ષે જાય, તે અતીર્થસિદ્ધ કહેવાય. શ્રી. રાષભદેવ ભગવાનની માતા મરુદેવી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા, તે વખતે તીર્થકર દ્વારા તીર્થ પ્રવર્તેલું ન હતું. આ રીતે બીજા પણ જે જ આવા સમયે મોક્ષમાં ગયા હોય તે બધા અતીર્થસિદ્ધ કહેવાય. આને. અર્થ એમ સમજવાને કે તીર્થની અવિદ્યમાનતામાં મેલને દરવાજો બંધ થતું નથી.