________________
સમ્યક
૪૨૧ અનુક્રમે સ્પશીને મૂકે ત્યારે સૂમ પુદ્ગલપરાવત કહેવાય..
અહીં ક્ષેત્રપુદગલપરાવર્ત વિવક્ષિત છે, એટલે તેનું સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી સમજવું જોઈએ.
એમ માને કે એક જીવ લેકાકાશના અમુક પ્રદેશમાં રહીને મરણ પામે. હવે કેટલેક કાલ વ્યતીત થયા -બર તે જીવ સ્વાભાવિક રીતે આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા બીજા પ્રદેશમાં રહીને મરણ પામ્યા. ત્યાર બાદ કેટલાક સમયે તે આકાશપ્રદેશની પંક્તિમાં રહેલા ત્રીજા પ્રદેશમાં રહીને મરણ પામે. આમ તેણે જે આકાશ પ્રદેશની જે શ્રેણી શરૂ કરી હોય તે પૂરી કરે. ત્યારબાદ આકાશના પ્રતરમાં રહેલી તેની સાથેની અસંખ્ય શ્રેણીઓને -એ જ રીતે પૂરી કરે. તેમાં જેટલે કાલ વ્યતીત થાય તથા વચમાં બીજા ભ કરવામાં જેટલે કાલ વ્યતીત થાય, તે સૂફમ ક્ષેત્રપુદ્ગલપરાવર્ત કહેવાય.
આવા અનંત પુદગલપરાવર્ત આ જીવે વ્યતીત કર્યો છે અને તે સમ્યકત્વ પામે નહિ તે હવે પછી અનંત પુદગલપરાવર્ત કાલ સુધી તેને આ જ રીતે ભવભ્રમણ કરવું પડે, એ નિશ્ચિત છે.
ભૂતકાલ અનંત પગલપરાવર્ત જેટલું છે અને ભવિષ્ય કાલ તેથી પણ અનંતગણે મેટો છે, એટલે ભૂત -કરતાં ભવિષ્યકાલ ઘણે માટે છે. આ બધું કાલ જીવને