________________
નવ-તત્ત્વ-દીપિકા
અહીં એટલુ યાદ રાખવું ઘટે કે સમ્યકત્વને પામેલા કેટલાક જીવા તે જ ભવે માક્ષે જાય છે, તે કેટલાક જીવા એ-ત્રણ ભવે અને કેટલાક જીવા સાત-આઠ ભવે માક્ષે જાય છે. આચાર્ય વર શ્રી ભદ્રાહ્વામીએ ઉવસગ્ગહર સ્તેાત્રમાં કહ્યુ છે કે
૪૧૬
तुह सम्मते लद्धे, चिंतामणिकप्पपायवन्भहिए | પાયંતિ વિષેળ, નીવા ગયામાં ઢાળું ॥
હું ભગવન્ ! ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યકત્વ પામ્યે છતે જીવે કોઈ પણ વિઘ્ન વિના મેાક્ષને પામે છે.' તાત્પર્ય કે તેમને સરલતાથી થેાડા સમયમાં જ મેક્ષ મળે છે. અનંત ભવભ્રમણની અપેક્ષાએ એક, બે ત્રણ, સાત કે આઠ ભવને અહી થાડો સમય સમજવાના છે.
સમ્યકત્વની સ્પર્ધાના અંગે જ્ઞાની ભગવ તાએ કહ્યું છે કે સંસારી જીવ–અનંત પુદ્ગલપરાવત કાળ સુધી મિથ્યાત્વના અનુભવ કરતા સંસારમાં પરિભ્રમણ કરે છે. નદીના પત્થર અહી...–તહી' કૂટાતા છેવટે ગાળ અની જાય છે, તેમ આ જીવ અનાભાગપણે (સમજણ વિના, સ્વાભાવિક) પ્રવૃત્તિ કરતા જ્યારે આયુષ્ય સિવાયના સાતેય કર્મોની સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમાં ભાગે આછી એવી એક કોડાકેડી સાગરોપમની કરે છે, ત્યારે તે રાગદ્વેષના અતિ નિખિડ પરિણામરૂપ ગ્ર ંથિપ્રદેશ સમીપે આવે છે. અભવ્ય જીવા પણ આ રીતે કૅસ્થિતિ હળવી કરીને અનતી વાર