________________
૪૩,
-
-
-
-
-
-
-
સમ્યક ત્યાગ કરે, અર્થાત તેના સહવાસમાં વિશેષ આવવું નહિ. દ્વારા કોઈ કારણ-પ્રસંગે આવી જવાય, તે જુદી વાત છે.
જેને એક વાર જીવ-અજીવ વગેરે તત્ત્વ પર શ્રદ્ધા હેય, પણ પછીથી કદાગ્રહ, મિથ્યાગ્રહ કે મિથ્યાત્વનો ઉદય થવાને લીધે તે શ્રદ્ધા વ્યાપન થયેલી છે-નાશ પામેલી છે, તે વ્યાપનદર્શની કહેવાય અને જેની દષ્ટિ મિથ્યાત્વથી કુત્સિત થયેલી છે, તે કુદષ્ટિ કહેવાય.
સંગ તે રંગ એ ન્યાયે આવી વ્યક્તિઓના સહવાસથી પણ મનમાં શંકા જાગે અને છેવટે સમ્યકત્વથી ભ્રષ્ટ થવાય, એ દેખીતું છે.
અનુભવી પુરુષોની એ વાણી છે કે— कुसंगतेः कुबुद्धिः स्यात्, कुबुद्धेः कुप्रवर्तनम् । कुप्रवृत्तेमवेज्जन्तु जनं दुःखसन्ततः ॥
“કુસંગતિથી કુબુદ્ધિ થાય છે, કુબુદ્ધિથી કુરવર્તન થાય છે અને કુપ્રવર્તનથી પ્રાણ દુખપરંપરાનું ભાજન બને છે. (૧) ઉપક્રમ :
નવતરને જાણવાથી અને તેના પર શ્રદ્ધા રાખવાથી સમ્યક-વની પ્રાપ્તિ થાય છે તથા જિનવચને પર પરમ શ્રદ્ધા રાખવાથી એ સમ્યકત્વ નિલ-દઢ બને છે, એમ જણાવ્યા પછી પ્રકરણકાર મહષિ સમ્યકત્વની પ્રાપ્તિથી થતા મહાન. લાભનું વર્ણન ત્રેપનમી ગાથામાં આ પ્રમાણે કરે છે?