________________
સમ્યક
૪૦૯
આ ઉપરાંત જૈન શ્રતમાં શ્રી ભદ્રબાહુવામી વગેરે ચતુદર્શપૂર્વ ધરાદિ વૃદ્ધ આચાર્યોએ રચેલાં બીજાં સૂત્ર ચણ છે, તે અનંગપ્રવિષ્ટ કહેવાય છે.
(૫) બીજરુચિ-જેમ એક બીજ વાવવાથી અનેક બીજો ઉત્પન્ન થાય છે, તેમ એક પહ, હેતુ કે એક અષ્ટાંત સાંભળીને જે જીવ ઘણું પદે, ઘણા હેતુઓ અને ઘણું સ્ટાતિ પર શ્રદ્ધાવાળો થાય, તે બીજરુચિ.
(૬) અભિગમરુચિ-જે શાસ્ત્રોને વિસ્તૃત બોધ પામીને તત્વ પર રુચિ ધરાવે, તે અભિગમરુચિ.
(૭) વિસ્તારરચિ—જે છ દ્વને પ્રમાણ અને ન વડે જાણીને અર્થાત્ વિસ્તારથી બોધ પામીને તત્વ પર રુચિવાળે થાય, તે વિસ્તારરુચિ.
(૮) ક્રિયા ચિ-જે અનુષ્કાનેમાં કુલ હોય તથા ક્રિયા કરવામાં રુચિવાળું હોય, તે કિયારુચિ.
૯) સંક્ષેપરુચિ –જે થોડું સાંભળીને પણ તત્વની સચિવાળે થાય, તે સંક્ષેપરુચિ. ચિલાતીપુત્ર મહાત્મા ઉપશમ, વિવેક અને સંવર, એ ત્રણ પદો સાંભળીને જ તત્વમાં રુચિવાળા થયા હતા.
(૧૦) ધર્મચિ -જે ધમસ્તિકાય, અધમસ્તિકાય વગેરે પદાર્થોને કહેનારાં જિનવચને સાંભળીને શ્રતચારિત્રરૂપ ધર્મ પર શ્રદ્ધાવાળે થાય, તે ધર્મરુચિ.
આ દરેક આત્માનું સમ્યકત્વ તે સમ્યકત્વને એક પ્રકાર, એમ દશ પ્રકારે સમજવા.