________________
નવ-તત્વ-દીપિકા
તે સમ્યકત્વના પાંચ પ્રકારે થાય છે. ઉપર જણાવેલા અંતર્મુહુર્તના વખતવાળા ઓપશમિક સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે પહોંચતાં પહેલાં એક સમયથી માંડીને ૬ આવલિકા સુધી સમ્યકત્વના કિંચિત્ સ્વાદરૂપ જે સમ્યકત્વ હોય છે, તેને સારવાદન સમ્યકત્વ કહે છે.
સમ્યકત્વના દશ પ્રકારે નીચે પ્રમાણે ગણાય છે –
(૧) નિસર્ગજચિ—જે જીવ શ્રી જિનેશ્વરદેવોએ યથાર્થ અનુભવેલા ભાવને પિતાની મેળે જાતિસ્મરણાદિ જ્ઞાનથી જાણીને “તે એમ જ છે, પણું અન્યથા નથી” એવી અડગ શ્રદ્ધા રાખે, તે નિસર્ગચિ.
(૨) ઉપદેશરુચિ–કેવલી કે છઘસ્થ ગુરુઓ વડે કહેવાયેલા ઉપર્યુક્ત ભાવે પર શ્રદ્ધા રાખે, તે ઉપદેશરુચિ. , (૩) આજ્ઞાચિરાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વગેરે દેથી રહિત મહાપુરુષની આજ્ઞા પર રુચિ ધરાવે, તે આંસારુચિ.
(સૂવરચિ-જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સૂત્ર ભણીને તત્વમાં રુચિવાળે થાય, તે સૂત્રરુચિ. વર્તમાન શાસનમાં શ્રી ગૌતમસ્વામી આદિ ગણુધરેએ રચેલાં શાસ્ત્રો અંગપ્રવિષ્ટ કહેવાય છે. તેના આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી),
જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તકૃદશાંગ, અનુત્તરે – AA 88
પપાટિદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રત અને દષ્ટિવાદ એવા આ પ્રકારે છે. તેને સમગ્રપણે દ્વાદશાંગી કહેવામાં આવે છે.