________________
૪૦૬
નવ-તાવ-દીપિકા
બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું તથા દશ પ્રકારનું હોય છે.
સમ્યક તત્વની રુચિ એટલે શ્રી જિનકથિત કરવામાં યથાર્થપણાની બુદ્ધિ, એ સમ્યકત્વને એક પ્રકાર છે.
નસર્ગિક અને આધિગમિક એ સમ્યકત્વના બે પ્રકારે છે. નૈસર્ગિક એટલે સ્વાભાવિક રીતે થવું અને આધિગમિક એટલે ગુરુના ઉપદેશ આદિ નિમિત્તાથી થવું. અથવા દ્રવ્યસરકત્વ અને ભાવસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકાર છે. તેમાં શ્રી જિનેશ્વરદેવકથિત તોમાં સામાન્ય રુચિ તે દ્રવ્યસમ્યકત્વ છે અને વસ્તુને જાણવાના ઉપાયરૂપ પ્રમાણુ-નય વગેરેથી જીવાજીવાદિ તને વિશુદ્ધ રૂપે જાણવા એ ભાવસમ્યકત્વ છે. વળી શાસ્ત્રોમાં નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ એવા બે પ્રકારે ચણે માનેલા છે. તેમાં આત્માને જે શુદ્ધ પરિણામ, તે નિશ્ચય સમ્યકત્વ અને તેમાં હેતુભૂત સડસઠ ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી તેનું શ્રદ્ધા અને ક્રિયા રૂપે પાલન કરવું, તે વ્યવહારસમ્યકત્વ છે.
ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાપથમિક એ સમ્યક તવના ત્રણ પ્રકારે છે. તેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ તથા સમ્યકત્વ મેહનીય, મિઝ મેહનીય. અને મિથ્યાત્વ મેહનીય, એ સાત કર્મપ્રકૃતિએને અંતમુહર્ત સુધી તદન ઉપશમ થવાથી જે સમ્યકત્વ. પ્રકટ થાય તેને પથમિક સમ્યકત્વ કહેવાય. આવું