________________
મેક્ષત
૪૦૧
મનુષ્યવર્ગમાંથી જેઓ મેક્ષે જાય છે, તેમાં નપુંસકલિંગવાળા સહુથી છેડા હોય છે, કારણ કે તેવા જી એક સમયમાં માત્ર ૧૦ જ ક્ષે જઈ શકે છે. તેથી વધારે નહિ. જ્યારે સ્ત્રીલિંગવાળા એક સમયમાં ૨૦ મોક્ષે જઈ શકે છે. આ રીતે સ્ત્રીલિંગથી મેક્ષમાં જનારનું પ્રમાણ વધારે હોવાથી તેમને સંખ્યાત ગુણ એટલે અમુક સંખ્યાથી ગુણીએ તેટલા વધારે કહેલા છે. ૧૦ કરતાં ૨૦ ની સંખ્યા બમણી છે.
હવે સ્ત્રીલિંગથી મેશે જનારા કરતાં પુરુષલિંગથી મેક્ષે જનારા વધારે હોય છે, કારણ કે તેઓ સમકાળે ૧૦૮ સુધી મોક્ષે જઈ શકે છે, જ્યારે સ્ત્રીલિંગમાં સમકાળે ૨૦ થી વધારે મેક્ષે જઈ શક્તા નથી. ૨૦ કરતાં ૧૦૮ ની સંખ્યા લગભગ સાડાપાંચ ગણી છે, એટલે સ્ત્રીલિંગ કરતાં પુરુષસિંગે સિદ્ધ થનારને સંખ્યાત ગુણ કહેલા છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ૧૦ પ્રકારના જન્મનપુંસકને ચારિત્રનો જ અભાવ હોવાથી તેઓ મેક્ષે જઈ શક્તા નથી, પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકને ચાસ્ત્રિને લાભ લેવાથી તેઓ મેક્ષે જઈ શકે છે.
સિદ્ધોના અલ્પબદુત્વને વિષય ઘણે વિસ્તારવાળે છે. તે અન્ય ગ્રંથી જાણવે.
આ રીતે મેક્ષિતત્ત્વનું વર્ણન પૂરું થયું અને તે સાથે નવતનું સંક્ષિપ્ત વર્ણન પણ પૂરું થયું. પરંતુ તેના અનુસંધાનમાં બીજું જે કહેવાનું છે, તે હવે પછીના બે પ્રકરણમાં કહેવાશે.
કરતાં
ડી એટલી
જ અ
પાઇ છે