________________
Yoo
નવ-તત્વ-દીપિકા
મુરત-મક્ષિતત્વ.
–આ. નવતત્તા-નવત. . જેણો–લેશથી, સંક્ષેપથી.
મળિયા-કહ્યા. (૫) અથ–સંકલન:
નપુંસકલિંગે સિદ્ધ થયેલા જીવો થડા છે. સીલિંગે સિદ્ધ થયેલા અને પુરૂષલિંગે સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાત ગુણ છે. એ પ્રમાણે મેક્ષતત્વ કહ્યું અને નવતત્ત્વો સંક્ષેપથી કહ્યા. (૯) વિવેચન
સત્યદપ્રરૂપણું આદિ આઠ દ્વારેનું વર્ણન પૂરું થયું. હવે અલ્પબહુવ નામનું નવમું દ્વાર બાકી રહ્યું. આ દ્વારમાં કયા સિદ્ધ જી છેડા હેય અને કયા વધારે હેય? તેનું વર્ણન કરવાનું છે. તે અંગે અહીં કહ્યું છે કે “નપુસિકલિંગે સિદ્ધ થયેલા જીવ થોડા છે, સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા અને પુરુષલિંગે સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાત ગુણ છે.”
અહીં પ્રથમ એ સ્પષ્ટતા કરી દઈએ કે સિદ્ધના છમાં લિંગને અભાવ હોવાથી તેઓ એકસરખા હોય છે, પણ છેલ્લા જે દેહથી તેઓ મેક્ષ પામે છે, તેની અપેક્ષાએ. અહીં નપુંસકલિંગ, સ્ત્રીલિંગ અને પુરુષલિંગ એવા ત્રણ ભેદે કરેલા છે અને તેમનું અલ્પબદુત્વ દર્શાવેલું છે.