________________
ગાક્ષાતત્વ
૩૦૭ લબ્ધિ, (૮) ઉપગલબ્ધિ અને (૯) વીર્યલબ્ધિ. તેમાંથી સિદ્ધ જીવને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભાયિક ભાવે જ કેમ કહા?”
આ પ્રશ્નને ઉત્તર એ છે કે આ બે ભાવે આત્માના મૂળગુણની મુખ્યતાએ કહ્યા છે અને તેને કેઈ અપેક્ષાવિશેષથી નિષેધ નથી, જ્યારે બીજા ભાવને અપેક્ષાવિશેષથી નિષેધ છે. જેમકે – શ્રી વીતરાગના વચન ઉપર પ્રતીતિરૂ૫ શ્રદ્ધાને સમ્યકત્વ કહીએ તે સિદ્ધાત્મા પિતે વીતરાગ છે, તેમને બીજા કયા વીતરાગના વચન થરની શ્રદ્ધા ઘટી શકે ?”
અહીં ક્ષાવિકભાવની શ્રદ્ધાના અભાવે સિદ્ધાત્માને ક્ષાયિક સમ્યકત્વ ઘટી શકે નહિ, પરંતુ દર્શન–મેહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી જે આત્મિક ગુણરૂપ ક્ષાયિક સમ્યકત્વ, તે ઘટી શકે.
જેના વડે મોક્ષમાં જવાય, તે ચારિત્ર અથવા આઠ પ્રકારના કર્મસમૂહને નાશ કરનાર તે ચારિત્ર.” એ પ્રમાણે ચારિત્રની વ્યાખ્યા થાય છે. હવે ચારિત્રના આ વ્યુત્પત્તિ–લક્ષણમાંનું કેઈ લક્ષણ સિદ્ધાત્માઓમાં ઘટતું નથી, તેમ જ ચારિત્રના પાંચ ભેમને કોઈ ભેદ સિદ્ધાત્મામાં છે નહિ, તે કારણથી સિદ્ધમાં ચારિત્રને અભાવ છે. પરંતુ મેહનીયકર્મના ક્ષયથી પ્રકટ થયેલ સ્વસ્વરૂપમાં રમણતારૂપ જે ક્ષાયિક ચારિત્ર, તે સિદ્ધાત્મામાં