________________
મોક્ષત
૩૭૬
જ. જેમકે–સુવર્ણ, આભરણ, રત્ન, તેજ, વધ્યા, પુત્ર, આકાશ, પુષ્પ વગેરે. આ બધાં એક પદો છે, માટે તેના અર્થે છે, એટલે કે તે પ્રકારના પદાર્થો વિદ્યમાન છે. અને જે શુદ્ધ એટલે એદું પદ નથી, પણ જોડાયેલાં પદો છે તેના અર્થે હોય કે ન પણ હોય. જેમકે – સુવણભરણ- સોનાનું આભરણ, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન છે, રનતેજ–૨નનું તેજ, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન છે અને વધ્યાપુત્ર-વાંઝણને પુત્ર, એ બે પદવાળી વસ્તુ વિદ્યમાન નથી, તે જ રીતે આકાશપુષ્પ– આકાશનું પુષ્પ, એ બે પદવાળી વસ્તુ પણ વિદ્યમાન નથી. અહીં વિરુદ્ધ ઘટનાવાળું ઉદાહરણ આપેલું છે.
૪. ઉપનયન્સે ક્ષ એ શુદ્ધ પદ છે, માટે તેને અર્થ છે.
૫. નિગમન–તે મોક્ષપદને અર્થરૂપ જે પદાર્થ, તે જ મોક્ષ છે.
અહીં ઉપનય અને નિગમને એક સાથે ટૂંકમાં કહેલા છે, પણ ન્યાયની પરિભાષા અનુસાર તે ઉપર પ્રમાણે જુદા સમજવાના છે.
અહીં કેઈ એમ કહે કે “ડિસ્થ, કિસ્થ આદિ એક એક પદની કલ્પના કરીએ તે શું તે જાતને પદાર્થ હોય છે ખરે? નથી જ. તેમજ એક્ષ એ પદ કાનાવાળું હોય તે તે જાતને પદાર્થ કેમ સંભવી શકે? તાત્પર્ય